DEDIAPADAGUJARATNARMADA

ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી હતી : ડેડીયાપાડા આપ ના ધારાસભ્ય ચેતર વસાવા 

ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી હતી : ડેડીયાપાડા આપ ના ધારાસભ્ય ચેતર વસાવા

તાહિર મેમણ – ડેડીયાપાડા – 80 દિવસ જેલ માં રહ્યા બાદ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ એવું કહયું છે કે વિધાનસભાના ચોમાસુ સત્ર વખતે ગાંધીનગર ગયો ત્યારે મને ભાજપના મોટા નેતાઓ મળ્યા હતાં. જેમણે મને ઓફર કરીકે, ભાજપમાં જોડાઈ જાઓ, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે મંત્રી બનાવી દઈશું. ચેતર વસાવા એ વધુ માં જણાવ્યુ કેપહેલીવાર મને 2019માં રાજકોટમાં 94 દિવસ જેલમાં રાખવામાં આવ્યો હતો. એ પણ સેન્ટ્રલ જેલ હતી. એ પછી મને 3 વખત રાજપીપળા જેલમાં રખાયો હતો. પાંચમી વખત વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ વખતે હું જેલમાં 80 દિવસ રહ્યો હતો.

 

ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા આપ માંથી ડેડીયાપાડા વિધાનસભા ની ચૂંટણી લડ્યા હતા અને 1 લાખ થી વધુ વોટ મેળવ્યા હતાહું ડેડિયાપાડાથી ધારાસભ્ય બન્યો છું. એ વખતે મને એક લાખથી વધારે મત મળ્યા હતા. મારી લીડ 43 હજાર મતની હતી. હવે જ્યારે 2027ની ચૂંટણી આવશે ત્યારે અમે સંગઠનના બધા લોકો સાથે બેસીને નક્કી કરીશું કે ડેડિયાપાડા વિધાનસભામાંથી કોણ લડશેbએવું નથી કે હું ચાલુ ધારાસભ્ય છું એટલે હું જ 2027માં લડીશ. અમારા બીજા સાથીઓ પણ મજબૂત છે. પાર્ટી જેને ઉમેદવાર તરીકે નક્કી કરશે તે ડેડિયાપાડાથી લડશે. ઝઘડિયા અને નાંદોદ જેવી બીજી વિધાનસભામાં પણ અમે મજબૂત છીએ પણ મારી વિધાનસભા ડેડિયાપાડા છે. જો આવનારા દિવસોમાં પાર્ટી કહેશે તો હું ડેડિયાપાડાથી જ લડીશ. અને આવનાર સમયમાં વિધાનસભા લોકસભા ની ચૂંટણી પણ લડીશ.

Back to top button
error: Content is protected !!