MORBI મોરબીમા ઓટો રીક્ષામાં ગડદી કરી નજર ચુકવી રોકડ રકમની ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા
MORBI મોરબીમા ઓટો રીક્ષામાં ગડદી કરી નજર ચુકવી રોકડ રકમની ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા
મોરબી ટાઉન વિસ્તારમાં ઓટો રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ગડદી કરી નજર ચુકવી રોકડા રૂપીયાની ચોરી કરનાર બે ઇસમોને રોકડ રૂ.૧૨૦૦૦/- તથા રીક્ષા સાથે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડયા છે.
એક રીક્ષામાં ત્રણ અજાણ્યા પુરૂષ ઇસમોએ મોરબી શનાળા રોડ, ઉમીયા સર્કલપાસેથી એક વ્યકિતને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ગડદી કરી પેસેન્જરની નજર ચુકવી તેના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા-૧૨,૦૦૦/- ની ચોરી કરી રીક્ષા લઇ નાશી ગયેલ હોય જે બાબતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.આ ગુન્હો શોધી કાઢવા મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો ટીમનો સ્ટાફ કામગીરીમાં હોય દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે મોરબી વીસી હાઇસ્કુલ પાછળ આવેલ મંગલ ભુવન રોડ ઉપર ગલીમાં એક ઓટો રીક્ષા નંબર GJ-03-CT- 0220 વાળીમાં બે અજાણ્યા વ્યક્તિ રાજકોટ થી મોરબી આવેલ છે અને તેઓ પસેન્જરોને રીક્ષામાં બેસાડી તેઓની નજર ચુકવી ખીસ્સા માંથી રૂપીયા કાઢી ચોરી કરવાની ટેવવાળા છે. અને અત્યારે તે સ્થળે પેસેન્જર ગોતવાની ફીરાકમા છે તેવી બાતમીના અધારે તે સ્થળે જઇ ખરાઇ કરતા બે ઇસમો મળી આવેલ તેમજ તે ઓટો રીક્ષા નંબર GJ-03- CT- 0220 વાળીના ચાલક તથા પાછળ બેઠેલ બંન્ને ઇસમોને પુછપરછ કરતા આજથી દસેક દિવસ પહેાં આરોપીઓ એમ ત્રણે જણા મળી મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસેથી એક મોટી ઉંમરના વ્યક્તિને મોરબી ગાંધી ચોકમા જવાનુ કહી રીક્ષામા પાછળની સીટમાં બેસાડી ચાલક તથા પાછળના બંન્ને ઇસમોએ એકબીજાને ઇશારો કરી નવા બસ સ્ટેશન નજીકમા સ્પીડ બ્રેકર આવતા પેસેન્જરની નજર ચુકવી ગરદી કરી તેના પેન્ટના ખીસ્સામાંથી રૂપીયા ૧૨૦૦૦/- ચોરી કરી લઇ તે વ્યક્તિને ઉતારી રૂપિયા ત્રયેય જણા રાજકોટ જઇ રહેલ અને બીજી વખત આવતા બંન્ને આરોપી નિર્મળ ધીરૂભાઇ ઉઘરેજીયા રહે.રાજકોટ ભગવતીપરા શેરી નંબર-૯, નૂરીબાપુની દરગાહની બાજુમાં તા.જી.રાજકોટ તથા સોહીલ ઉર્ફે ભોલો હારૂન ઉર્ફે હકાભાઇ પરમાર રહે. રાજકોટ ભગવતીપરા શેરી નંબર- ૩,ખોડીયાર પાનવાળી શેરી,બાપાસિતારામના મંદીરની બાજુમાં તા.જી.રાજકોટવાળાને રોકડા રૂપીયા ૧૨,૦૦૦/- તથા સી.એન.જી.ઓટો રીક્ષા કિંમત રૂપીયા ૭૦,૦૦૦/-મળી કુલ રૂ.૮૨૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પુછપરછ કરતા અન્ય એક શખ્સ અમીત ઉર્ફે બુચો રાજુભાઇ ડોડીયા રજપુત રહે. ભગવતી પરા બાપાસીતારામ મંદિર પાસે શેરી નંબર -૩ રાજકોટવાળાનુ નામ ખુલતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આ કબજે કરેલ મુદામાલ તથા બંન્ને આરોપી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી “એ- ડીવીઝન પોલીસ સ્ટેશન તરફ સોપવામાં આવેલ છે.