MORBI:મોરબીના વિસીપરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે પિતા પુત્રને સાત શખ્સોએ માર માર્યો
MORBI:મોરબીનાવિસીપરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે પિતા પુત્રને સાત શખ્સોએ માર માર્યો
મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહિદાસપરા આંબેડકર ચોક નજીક આધેડના દિકરો આરોપી પાસે ૩૦૦ રૂપિયા માંગતા હોય જે આરોપીને પરત આપવા બાબતે કહેતા પીતા પુત્રને સાત શખ્સોએ પાઈપ, ધોકા વડે મારમારી જાનથી મારી ધમકીઓ આપી હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા રોહીદાસપરા આંબેડકર ચોક નજીક રહેતા શીવાભાઈ કેશુભાઈ સારેસા (ઉ.વ.૫૪) એ આરોપી જયસુખભાઇ સાવરીયા, જયસુખભાઇના પત્નિ ગુડીબેન, જયસુખભાઇના સાળા અરૂણભાઇ, જયસુખભાઇના સાળાની પત્નિ, જયસુખભાઇના સાસુ, જયસુખભાઇના સાળાની બાજુમા રહે છે તે બહેન અને ભાઈ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીરાદીના દિકરા અજયભાઇ આરોપી જયસુખભાઇ પાસે ત્રણસો રૂપીયા માંગતા હોય જે ફરીયાદીના દિકરાએ આરોપીને રૂપીયા પરત આપવા બાબતે કહેતા જે સારૂ નહી લાગતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ પાઈપ તેમજ લાકડી જેવા હથીયાર વડે ફરીયાદી તથા સાથીઓને માર મારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.