GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી માં શરદપૂનમની રાત્રે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી
MORBI:મોરબી માં શરદપૂનમની રાત્રે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ્ સમાચાર મોરબી )
નવરાત્રી મહોત્સવ પુર્ણ થયો છે તેમાં ઘણી બાલીકાઓ નેં લ્હાણી વિતરણ કરવામાં આવી હતી જેમાં મોરબી શહેર નાં સામા કાંઠે આવેલા વોર્ડ નંબર -૪ માં નવરાત્રી પર્વ માં રમેલી વાલ્મીકિ સમાજની બાળાઓ નેં લ્હાણી વિતરણ કરવામાં આવી
મોરબી વોર્ડ નંબર-૪ વિસ્તારમાં છેલ્લા ૮૦ વર્ષથી વાલ્મિકી સમાજ દ્વારા ખોડીયાર ગરબી થઇ રહી છે અને માના કાલાવાલા કરી રહ્યા છે. એ ગરબીમાં આજે વોર્ડ નંબર-૪ માં આજે શરદ પુનમની સાંજે વાલ્મિકી જયંતિ અને શરદ પૂનમના દિવસે વાલ્મીકિ સમાજ ની બાળાઓનેં આ વોર્ડ નંબર-૪ નાં આગેવાનો હરીભાઈ રાતડીયા અને ગીરીરાજ સિંહ ઝાલા તરફથી લહાણી વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે વાલ્મીકિ સમાજના પરીવારો અને આગેવાનો સહિત આ વિસ્તાર નાં લોકો હાજર રહ્યા હતા.