BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ઓડિશાના યુવાને ભરૂચમાં ફાંસો ખાઈ આત્મહત્યા:જંબુસર બાયપાસ નજીક મોના શોપિંગ સેન્ટરમાં ઘટના, પોલીસ તપાસ શરૂ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મોના શોપિંગ સેન્ટરમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ઘટના સ્થળે ચકચાર મચી ગઈ હતી. મૂળ ઓડિશા રાજ્યનો અને હાલ દહેજ GIDC ખાતે આવેલી એમ.આર.એફ. કંપનીમાં નોકરી કરતાં 25 વર્ષીય આશિષ નાહક નામના યુવાને કોઈ અગમ્ય કારણસર આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવાને આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી,પરંતુ પ્રાથમિક તપાસ મુજબ કોઈ વ્યક્તિગત તણાવ કે માનસિક દબાણને પગલે તેણે આ નિર્ણય લીધો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગુનો નોધી તપાસ ચાલુ રાખવામાં આવી છે.