BANASKANTHAGUJARAT

થરા રેફરલ હોસ્પિટલમા ટ્રુનાટ નશીન નું રીબીન કાપી ઉદ્ધઘાટન કરાયું.

  બ. કાં.જિલ્લાના ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરામાં આવેલી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે.

થરા રેફરલ હોસ્પિટલમા ટ્રુનાટ નશીન નું રીબીન કાપી ઉદ્ધઘાટન કરાયું.

બ. કાં.જિલ્લાના ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરામાં આવેલી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે.હોસ્પિટલમાં ૧ સ્પેશિયા લિસ્ટ જનરલ સર્જન,૭ મેડિકલ ઓફિસર સહિત નર્સિંગ નો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે. હોસ્પિટલમાં દરરોજ ૩૦૦ થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે દર મહિને માસિક ૮ હજાર જેટલા દરદીઓને વિવિધ પ્રસૂતિ,જનરલ ઓપરેશન, ફિજીયોથેરાપી તેમજ દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે.રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી,ડૉ. અન્સારી,ડૉ.અશોકભાઈ ગૌસ્વામી સહિત તમામ સ્ટાફની મહેનતના પરિણામ સ્વરૂપ સુંદર કામગીરી બદલ હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ જાળવતા સરકાર દ્વારા ૧ રાષ્ટ્રીય અને ૫ રાજ્યકક્ષાના સ્વચ્છતા, કાયાકલ્પ અને પ્રસુતિ ક્ષેત્રે લક્ષ્ય સહિતના એવોર્ડ મેળવ્યા છે.ટી. બી.ના દર્દીઓ માટે નેશનલ ટી. બી.એલીમેશન પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નવીન TRUNAAT (ટ્રુનાટ) મશીન ફાળવવામાં આવેલ જેનું ઉદ્ધઘાટન આજરોજ તા. ૧૦/૧૦/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે જિલ્લા ક્ષય અધિકારી ડૉ.નયનભાઈ મકવાણા,અધિક્ષક ડૉ. ભરતભાઈ ચૌધરી,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પિયુષભાઈ ચૌધરી ના વરદ હસ્તે ડૉ.અશોકભાઈ ગૌસ્વામી,ટી.બી.સુપરવાઈઝર કાંકરેજના લાલજીભાઈ જોષી, લેબટેક દિલીપભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી ઝાલમોર, આરાધના ચૌહાણ,હેડનર્સ હંસાબેન પરમાર, નેહા ચૌધરી સહીત સ્ટાફની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. ત્યારે ડૉ.ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ટી. બી.ના દર્દીઓનું સચોટ નિદાન થશે અને સમયસર સારવાર મળી રહેશે અને ટી.બી.મુક્ત ભારત અભિયાનને પૂરતો વેગ મળી રહેશે.કાંકરજ કે ઓગડ તાલુકાના ટી.બી.ના દર્દીઓ ઝડપી સારવાર લેવા જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!