ઝઘડિયાના ઈન્દોરમાં નવી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ ખાતે સુવિધાથી સજ્જ થનારી પ્રાથમિક શાળાના નવા બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે આજે એક કાર્યક્રમ યોજાયો હતો ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારા સભ્ય રિતેશ વસાવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર સિંહ વાસદીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું
આ તકે, મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આ નવું બિલ્ડિંગ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે.
આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ગ્રામજનોએ આ નૂતન નિર્માણ બદલ સરકાર અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય રિતેશ વસાવા જણાવ્યું હતું કે “ઇન્દોર ગામમાં નવી શાળાના નિર્માણથી શિક્ષણનું સ્તર ઊંચું આવશે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. રાજ્ય સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપી રહી છે.”
જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જણાવ્યું હતું કે “જિલ્લા પંચાયત શિક્ષણના માળખાને મજબૂત બનાવવા કટિબદ્ધ છે. આ નવી શાળા બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરશે.”આ નવું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થવાથી ઇન્દોર અને આસપાસના વિસ્તારના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે
ઈરફાન ખત્રી
રાજપારડી