અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
બાયડ: દખણેશ્વર ગામની સીમમાંથી જુગાર રમતા 5 શકુનીઓ ઝડપાયા,ખેતરમાં આવેલ ઓરડી આગળ રમતા હતા જુગાર
દિવાળી ના તહેવાર પહેલા જ જુગારીઓ હવે સક્રિય બન્યા છે અને છેલ્લા કેટલાય સમય થી જાણે કે બાયડ વિસ્તાર જુગાર નું હબ હોય તેમ એક પછી એક જુગારધામ પર રેડ પડી રહી છે જેને લઇ ફરી એક વાર બાયડ વિસ્તારમાં જુગાર રમતા શુકુનીઓ ને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં ચોક્સ બાતમી ને આધારે એચ.પી.ગામીત પોલીસ ઈન્સ્પેકટર બાયડ પોલીસ સ્ટેશન તથા બીજા પોલીસ કર્મચારીઓ ના.રા. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો વનરાજસિંહ દિપસિંહ નાઓને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, દખણેશ્વર ગામની સીમમાં ખેતરમાં આવેલ ઓરડી આગળ કેટલાંક ઇસમો ગંજી પાનાનો હારજીતનો પૈસા વડે જુગાર રમી રમાડે છે. જે આધારે સરકારી વાહન તેમજ એક પ્રાઇવેટ વાહન લઇ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ જુગાર અંગેની રેઇડ કરતા સદરી ઇસમો ભાગવા જતાં કોર્ડન કરી પોલીસ સ્ટાફના માણસોએ પકડી પાડી પંચો રૂબરૂ અંગ ઝડતી તેમજ દાવ ઉપરના રોકડ રૂપિયા.૫૦૫૩૦/- તથા ગંજીપાના પાના નંગ-પર તેમજ કેટ નંગ-૧૦ કિ.રૂ.00/00 તથા મોબાઇલ નંગ.૪ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા મોટર સાયકલ બે કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક ડસ્ટર ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/- ની મળી કુલ કિમત રૂ.૩,૬૦,૫૩૦/-ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.બાયડ પોલીસને જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) રમેશભાઈ બાબુભાઇ સલાટ ઉ.વ.૩૬ રહે. ભુખેલ રોડ, હેર વિસ્તાર, બાયડ તા.બાયડ જી.અરવલ્લી
(૨) સુરેશભાઇ રમેશભાઈ મકવાણ ઉ.વ.૨૫ રહે. લાખેરી સ્કુલની પાછળ તા.બાયડ જી.અરવલ્લી
(૩) વિજયકુમાર મનોજભાઇ ઉર્ફે મણીભાઇ રાઠોડ ઉ.વ.૪૨ રહે.બાયડ, રાજનગર તા.બાયડ જી.અરવલ્લી
(૪) અનિલકુમાર રામનુભાયા અરોરા ઉ.વ.૪૫ રહે, અયોધ્યાનગર સોસાયટી, બાયડ તા.બાયડ જી.અરવલ્લી
(૫) દિનેશભાઇ મોહનભાઈ મારવાડી (સલાટ) રહે.બાયડ, રેલ્વે ફાટક પાસે તા.બાયડ જી.અરવલ્લી.