ARAVALLIBHILODA

અરવલ્લી : ભિલોડા ધારાસભ્ય બરંડાએ કોંગી અગ્રણીઓને ચૈતર વસાવા જેવા હાલ કરવાની ધમકી આપતાં ચકચાર

હંમેશા શાંત રહેતા ધારસભ્ય પી.સી.બરંડાનો આક્રમક મિજાજ જોઈ અધિકારીઓ,સખી મંડળની મહિલાઓ અને લોકો ચોકી ઉઠ્યા*

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડા ધારાસભ્ય બરંડાએ કોંગી અગ્રણીઓને ચૈતર વસાવા જેવા હાલ કરવાની ધમકી આપતાં ચકચાર

*ભિલોડા આદિવાસી હાટબજારમાં સખી મંડળની કેટલીક બહેનોને અન્યાય થતાં કોંગ્રેસી અગ્રણીઓએ રજૂઆત કરતા ભિલોડા-મેઘરજના ધારસભ્ય પી.સી.બરંડાએ મગજનો પારો આસામાને પહોંચતાં અપશબ્દો બોલ્યાનો આક્ષેપ*

*હંમેશા શાંત રહેતા ધારસભ્ય પી.સી.બરંડાનો આક્રમક મિજાજ જોઈ અધિકારીઓ,સખી મંડળની મહિલાઓ અને લોકો ચોકી ઉઠ્યા*

અરવલ્લી જીલ્લા પ્રયોજના વહીવટદાર કચેરી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા સાથે ભિલોડામાં ટ્રાઈબલ હાટ બજારના લોકર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય પી.સી.બરંડાના સ્થાને યોજાયો હતો આ હાટ બજારમાં સખી મંડળ અને અન્ય લોકોને દુકાન ફાળવણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત કોંગી નેતાઓ રજૂઆત કરવા સ્થળ પર પહોંચતા સ્ટેજ પર બિરાજતા ભિલોડાના ધારસભ્ય પી.સી. બરંડાએ અચાનક મગજ પરથી કાબૂ ગુમાવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેવો હાલ કરવાની ધમકી આપી બેફામ અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગી અગ્રણી રાજેન્દ્ર પારઘીએ કરતા ખળભળાટ મચ્યો હતો પોલીસે તમામને ડિટેઇન કરી ભિલોડા પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી

આદિવાસી સમાજના અગ્રણી અને પૂર્વ જીલ્લા પંચયાત પ્રમુખ રાજેન્દ્ર પારઘી અને સમાજના અગ્રણીઓ કાંતીભાઈ ખરાડી, સરપંચ જિજ્ઞેશ ડામોર,ચંદન ગામેતી,રવિન્દ્ર અસારી,પ્રવીણભાઈ ખરાડી,વિજય કોટવાલ સહિત ભિલોડા હાટ બજારના લોકાર્પણ કાર્યક્રમમાં હાટ બજારમાં દુકાન માટે એક વર્ષ અગાઉ કેટલાક લોકોએ અને સખીમંડળની બહેનોએ રૂ.2500 ફી ભરી હતી તેમનું નામ લાભર્થીઓમાં ન હોવાથી લોકર્પણ સ્થળે રજૂઆત કરવા પહોંચતાં સ્ટેજ પર ઉપસ્થિત ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાએ અપશબ્દો બોલી રાજેન્દ્ર પારઘીને ચૈતર વસાવા જેવી તારી હાલત કરી નાખીશ અને ક્યાંય ફરકવા પણ નહીં દઉની ધમકી આપતા રજૂઆત કરનાર આદિવાસી સમાજના અગ્રણીઓ પણ ચોંકી ઊઠ્યા હતા સમગ્ર ઘટનાના પગલે સ્થળ પર ઉચાટ ભરી સ્થિતિનું નિર્માણ થતાં ભિલોડા પોલીસે તમામ આદિવાસી અગ્રણીઓને ડિટેઇન કર્યા હતા

આદિવાસી યુવા અગ્રણી રાજેન્દ્ર પારઘીના જણાવ્યા અનુસાર, ભિલોડા હાટ બજારમાં કેટલાક લોકોને અન્યાય થતાં તેમને રજૂઆત કરતા લોકર્પણ દરમિયાન અધિકારીઓને રજૂઆત કરવા પહોંચતા સ્ટેજ પર રહેલા ધારાસભ્ય પી.સી.બરંડા એકાએક ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલવાની સાથે તેમણે મારી હાલત ચૈતર વસાવા જેવી કરવાની ધમકી આપી હતી

Back to top button
error: Content is protected !!