અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ત્રણ વાહનમાંથી 31.53 લાખનો શરાબ જપ્ત, બસ પર પથ્થરમારો કરનાર આરોપી,એક નકલી તબીબ ઝડપાયો
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં રહેલા માતબર નફાના પગલે બુટલેગરો વધી રહ્યા છે દિવાળીના તહેવારોમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલાવી વિદેશી દારૂની ખેપને નિષ્ફળ બનાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે સાબરકાંઠા-બનાસકાંઠાની આંતરરાજ્ય સરહદો પરથી રાજ્યમાં ઠલવાતો વિદેશી દારૂ બુટલેગરોની નજર અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો ઠરી હોવાની ચર્ચા ચારેકોર છે
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે શામળાજી બસ સ્ટેન્ડ નજીક અમદાવાદ-ઉદેપુર હાઇવે પરથી દારૂ ભરી પસાર થતાં હાઇવા ડમ્પરને બાતમીના આધારે ઝડપી ડમ્પરમાં સંતાડેલ 25.36 લાખના દારુ સાથે રાજસ્થાન ભોમતાવાડાના પ્રદીપ રાજુ ડામોરને દબોચી લીધો હતો ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુશ્કી ગામ નજીક નાકાબંધી કરતા સ્વિફ્ટ કારમાં દારૂ ભરી પસાર થતો બુટલેગર રોડ નજીક ગાડી મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી 2.58 લાખનો દારૂ જપ્ત કરી સ્વિફ્ટ કાર અને આઈવા ડમ્પર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ.રૂ. 42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો માલપુર પોલીસે ગોવિંદપુર ગામ નજીક ક્રેટા કારમાંથી 3.59 લાખ સહિત કુલ.રૂ. 8.64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાન અનેલાના અરવિંદ સોમલાલ બરંડા નામના બુટલેગરને દબોચી લીધો હતો
ટીંટોઈ પોલીસે એક સપ્તાહ અગાઉ શાંતીપુરા ગામની સીમમાંથી પસાર થતી પાણીબાર મોડાસા એસટી બસ પર પથ્થરમારો કરી ભયનો માહોલ સર્જનાર સુમિત રમણલાલ ખરાડીને (રહે,શાંતીપુરા) ટેકનિકલ સર્વલન્સ અને બાતમીદારોની મદદથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લા SOG એ માલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાતરડા ગામ માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એલોપેથિક દવાઓ કરતા નકલી મુન્નાભાઈ એમબીબીએસ ડાહ્યા ભાથી ઝાલાને ઝડપી પાડી દવાઓ અને સાધનો મળી રૂ.3825/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી