નવસારી: ગણદેવી તાલુકાના સરીબુજરંગ અને ભાઠલા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ની થીમ સાથે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સરીબુજરંગ અને ભાઠલા ગામે વિકાસ રથ આવી પહોંચતા રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રથ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી તેમજ યોજનાલક્ષી વિડિયો ક્લિપ દર્શાવવામાં આવી હતી. ઉપસ્થિત ગ્રામજનોને વિવિધ યોજનાઓ અંગે સમજ આપીને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા પ્રેરવામાં આવ્યાં હતાં. ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા ગ્રામજનો વિકસિત ભારત માટે યોગદાન આપવા પ્રતિબદ્ધ થયાં હતાં. આ પ્રસંગે વિવિધ સ્થાનિક મહાનુભાવોના હસ્તે ગ્રામજનોને યોજનાકિય કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્ર્મમાં ગામ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો, બાળકો, આંગણવાડી વર્કર, પીએચસી સ્ટાફ આ ઉજવણીમાં સામેલ થયાં હતાં.