Navsari: લખપતિ દીદીની પ્રેરક સાફલ્યગાથા: નવસારી જિલ્લામાં વિકાસ સપ્તાહમાં મહિલાશક્તિનો ઉત્સવ…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યભરમાં ઉજવાતા “વિકાસ સપ્તાહ – ૨૦૨૫” અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત તા. ૦૭ ઓક્ટોબર થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલા આ સપ્તાહ દરમિયાન સમાજના વિવિધ વર્ગોના સર્વાંગી વિકાસ માટે યુવા સશક્તિકરણ, સુશાસન, ઉદ્યોગ સાહસિકતા, પોષણ-આરોગ્ય, ખેડૂત કલ્યાણ અને પ્રાકૃતિક કૃષિ જેવા દિવસોની ઉજવણી થઈ રહી છે.
આ અવસરે આજે નવસારી જિલ્લાના વિવિધ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) તથા મિશન મંગલમ યોજના અંતર્ગત “લખપતિ દીદી”, “ડ્રોન દીદી” અને અન્ય ક્ષેત્રમાં પ્રગતિ હાંસલ કરનાર મહિલાઓને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ બહેનો દ્વારા શાળાની કિશોરીઓને તેમની સાફલ્યગાથા સંભળાવવામાં આવી, જેથી ગ્રામ્ય વિસ્તારની યુવતીઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા મળી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકમંડળ, આચાર્યશ્રીઓ તેમજ NRLM યોજનાના તાલુકા સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પહેલ દ્વારા નવસારી જિલ્લામાં વિકાસ સપ્તાહમાં મહિલાશક્તિ અને આત્મનિર્ભરતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.