વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વોકલ ફોર લોકલની નેમ વ્યક્ત કરતાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ*
*બાળ લગ્ન નાબુદી માટે વિજયભાઈ પટેલ લોકોને અનુરોધ કર્યો :*
ગુજરાતમાં છેલ્લા ૨૪ વર્ષોના જન વિશ્વાસ, સેવા અને સમપર્ણનો સંદેશ પહોચાડતા ‘વિકાસ રથ’ ડાંગ જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી પહોંચી વિકાસની ગાથા વર્ણવી રહયો છે. ત્યારે આજરોજ વિકાસ સપ્તાહની ઉજવણીના ચોથા દિવસે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શામગહાન અને માલેગામ ખાતે ‘વિકાસ રથ’ નો કાર્યક્રમ યોજાયો હતો.
તા.૭ મી ઓક્ટોબર-૨૦૦૧ ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪ મા મુખ્યમંત્રી તરીકે શપત લીધાં હતાં ત્યાર થી આજસુધી નરેદ્રભાઈ મોદીએ અનેક જન કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે જેની વિકાસ ગાથાને વર્ણવા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેમ જણાવતા ડાંગ જિલ્લાના ‘વિકાસ સપ્તાહ’ કાર્યક્રમના ચોથા દિવસે શામગહાન તેમજ માલેગામ ગામેથી ‘વિકાસ રથ’ ને પ્રસ્થાન કરાવતાં ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ શરૂ કરાયેલી ‘આયુષમાન ભારત’ યોજના એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બની છે. આરોગ્ય એ જીવનનો આધારસ્તંભ છે. સરકારની કલ્યાણકારી અને જનસુખાકારી યોજનાન લાભ થકી આપણે સૌને સુખદ, નિરોગી અને સક્ષમ જીવન જીવવાનો એક અવસર મળ્યો છે તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે તમામ લોકોને PMJAY કાર્ડ મેળવી લેવાં અનુરોધ કર્યો હતો.
ઉપરાંત ડાંગ જિલ્લામાં કુપોષણ દૂર કરવા, વાલીઓને પોષણ સંગમ કાર્યક્રમમા જોડાવા તેમજ બાળ લગ્ન પ્રથા નાબૂદ કરવા શ્રી વિજયભાઈ પટેલે લોકોને અનુરોધ કર્યો હતો.
દરમિયાન સામાજિક અગ્રણી હીરાભાઈ રાઉતે ‘વિકાસ સપ્તાહ’ કાર્યક્રમનો ઉદેશ સ્પષ્ટ કરી સૌને તેમાં જોડાવાની અપીલ કરી હતી. સાથે જ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.
રાજ્ય અને કેન્દ્ર સરકારની ૨૪ વર્ષની વિકાસ ગાથા વર્ણવતા સાહિત્યના વિતરણ સાથે આરોગ્ય વિભાગના લાભાર્થીઓને PMJAY કાર્ડનુ વિતરણ, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય ખરીદી યોજના, પશુપાલન શાખા દ્વારા બકરા પાલન યોજના લાભાર્થીઓને મંજુરી હુકમ વિતરણ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ અને આઈ.સી.ડી.એસ. ના લાભાર્થીઓને પણ મહાનુભાવોએ કીટ અર્પણ કરી હતી. તેમજ વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં આહવા તાલુકા વિકાસ અધિકારી શ્રી રતિલાલભાઈ ચૌધરી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડો. મનીષાબેન મુલતાની, સામાજિક અગ્રણી શ્રી હીરાભાઈ રાઉત, તેમજ સરપંચશ્રીઓ સહિત આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.