GUJARATHIMATNAGARIDARSABARKANTHA
ઇડર તાલુકા આરોગ્ય વિભાગની રેડ બાદ બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો
કૂફડીયામાંથી આરોગ્ય વિભાગની ટીમે ડિગ્રી વગરનો ઓલાદખાપ ડોક્ટરને દબોચ્યો
ઇડર તા.૧૦
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ કૂફડીયા ગામમાં એક વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ ચલાવી રહ્યો હોવાની ડિગ્રી વિના એલોપેથીક દવાઓ આપતો હોવાની બાતમી મળતા આરોગ્ય વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે પોલીસે પણ બોલાવીને ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે ત્યાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તથા ટેબલેટ જપ્ત કરી હતી.
આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કૂફડીયા ગામમાં વિના ડિગ્રી ડોક્ટરી કરતાં બોગસ ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે આ વ્યક્તિ પાસે કોઈ મેડિકલ ઑથોરિટી માન્ય ડિગ્રી ન હોવાની નોંધ કરી છે. જયંતિ પરમાર સાબરકાંઠા