MORBI:મોરબીના વાઘપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના વાઘપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા
મોરબી તાલુકાના વાઘપર ગામે પ્લોટ વિસ્તારમાં ભરતભાઈ ઉર્ફે દાઉદ રામજીભાઈ પટેલના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર તાલુકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૧૨ ઈસમોને રોકડ રૂપિયા ૭૮૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના વાઘપર ગામે પ્લોટ વિસ્તારમાં ભરતભાઈ ઉર્ફે દાઉદ રામજીભાઈ પટેલના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧૨ ઇસમો ભરતભાઇ ઉર્ફે દાઉદ રામજીભાઇ પટેલ (ઉવ-૪૯) રહે. વાઘપર, સંજયભાઇ કેશુભાઇ પટેલ (ઉવ-૪૦) રહે. વાઘપર, બચુભાઇ જીવરાજ ભાઇ પટેલ (ઉવ-૬૦) રહે. મોરબી પંચાસર રોડ ધરતીપાર્ક સોસાયટી મોરબી, મનસુખભાઇ ચતુરભાઇ પટેલ (ઉવ-૫૫) રહે. વાઘપર, વિનોદભાઇ બચુભાઇ પટેલ (ઉવ-૫૨) રહે. વાઘપર, અરવિંદભાઇ ધનજીભાઇ સુરાણી (ઉવ-૫૩) રહે. વાઘપર, ભરતભાઇ ગાંડુભાઇ પટેલ (ઉવ-૪૭) રહે. વાઘપર, રમેશભાઇ વાલજીભાઇ પટેલ (ઉવ-૫૪) રહે. વાઘપર, ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા, (ઉવ-૪૫) રહે. નાગડાવાસ તા-જી મોરબી, ગોપાલભાઇ મનજીભાઇ પટેલ (ઉવ-૬૫) રહે વાઘપર તા-જી મોરબી, જેશંગભાઇ જશાભાઇ રાઠોડ (ઉવ-૬૦) રહે. વિધુતનગર મોરબી, જયસુખભાઇ મોહનભાઇ પટેલ (ઉવ-૬૦) રહે. વાઘપર તા-જી મોરબીવાળાને રોકડ રૂપિયા ૭૮૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.