ખેલ મહાકુંભ-૨૦૨૫ ના સુચારૂ આયોજન સંદર્ભે કમીશનર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જૂનાગઢ મહાનગરપાલિકાઝોન/જિલ્લાકક્ષા અમલીકરણ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્યકક્ષા,તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/ મહાનગરપાલિકાકક્ષા,ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષા સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે.જે અંગે કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાને ઝોન/જિલ્લાકક્ષા અમલીકરણ સમિતિના સભ્યોની બેઠકનું આયોજન થયુ હતું. ખેલ મહાકુંભ-૨૦૨૫ની ઝોનકક્ષાની ૭ રમત સ્પર્ધાઓ તેમજ મહાનગર કક્ષાની જુદી-જુદી ૨૪ રમત સ્પર્ધાઓનું આગામી તા.૦૬/૧૧/૨૫ થી તા.૩૦/૧૧/૨૫ દરમિયાન ખેલ મહાકુંભ કેલેન્ડર અનુસાર યોજાનાર છે. ખેલમહાકુંભના સુચારૂ આયોજન સબંધિત મહત્વની બબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જિલ્લા રમત ગમત અધિકારશ્રી દ્રારા રજિસ્ટ્રેશનથી લઈ ખેલ મહાકુંભ-૨૦૨૫નું મહાનગર જૂનાગઢની આયોજન બાબતે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. બેઠકમાં રમત સ્પર્ધા, સમયપત્રક, રોકડ પુરસ્કાર, ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન, ખેલાડીઓની પસંદગી વગેરે બાબતોને આવરી લેવામાં આવી હતી.જિલ્લા રમત ગમત અધિકારશ્રી દ્રારા સમ્રગ બેઠકનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમા વ્યાયામ શિક્ષકશ્રીઓ, ખેલસહાયકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.એમ જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ