GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ઘરકામ કરતા કલ્પનાબેન ગોરીયા સરકારની મદદથી અન્ય મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ મહિને ૧૫૦૦૦ જેટલી આવક મેળવી રહયા છે

કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ઘરકામ કરતા કલ્પનાબેન ગોરીયા સરકારની મદદથી અન્ય મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ મહિને ૧૫૦૦૦ જેટલી આવક મેળવી રહયા છે

એક સમયે ઘરની ચાર દિવાલ વચ્ચે રહી ઘરનું કામ કરતા કેશોદ તાલુકાના મેસવાણ ગામના કલ્પનાબેન ગોરીયા આજે સરકારની મદદથી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.સૈા પ્રથમ કલ્પનાબેન એનઆરએલએમ ગૃપમાં જોડાયા હતા.ત્યાર પછી વર્ષ ૨૦૧૭માં જૂનાગઢમાં કાર્યરત રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટસ (RSETIs)માં બેંક સખીની તાલીમ લીધી હતી.છ દિવસની આ તાલીમ અને ત્યારબાદ પરીક્ષા પાસ કર્યા પછી કલ્પના બેન એસબીઆઈ મેસવાણમાં બેંક સખી તરીકે કામ કરી રહયા છે.કલ્પનાબેને જણાવ્યું હતું કે, એસબીઆઈ મેસવાણમાં બેંક સખી તરીકે કમીશન થી કામગીરી કરુ છુ. અહીં કેશોદ તાલુકાના રંગપુર, કાલવાણી, કોયલાણા, સોંદરડા, કરેણી, પાણીધ્રા, ગાંગેચા, રેવન્દ્રા ગામની લોકોના બેન્ક એકાઉન્ટ ખોલવા, ઇન્સ્યોરન્સ, એફડી, જનધન ખાતા, આધારમાં સીડીંગ, કેવાયસી, આધારમાં મોબાઈલ નંબર લીંક, હોમ લોન, ઓટો લોન, પાક ધિરાણ ને લગતી, તેમજ બેંકની અન્ય કામગીરી, ઓનલાઇન ફોર્મ ભરવા સહિતની કામગીરી કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે આજે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ વગર સંકોચે બેંકમાં આવે છે.આ ઉપરાંત તેમણે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ સખીની તાલીમ પણ મેળવી છે. મેસવાણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ને લગતી યોજનાઓની કામગીરી માટે ગ્રામજનોને મદદરૂપ બને છે.તેમજ કલ્પનાબેન સૂર્ય ઘર યોજના માં પણ કમિશનથી કામ કરી રહ્યા છે.વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત કેશોદ તાલુકાના મેસણ ખાતે યોજાયેલ સમારોહમાં તેમણે રાજ્ય સરકારનો, આરસેટી, એનઆરએલએમ આભાર માન્યો હતો.વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની એનએમએસ શિષ્યવૃત્તિની પરીક્ષા મારા દીકરાએ પાસ કરી છે. જેથી હાલ મારો દીકરો ધોરણ ૧૦માં પ્રાઇવેટ સ્કૂલમાં એક પણ ખર્ચા વગર અભ્યાસ કરે છે.રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમારા જેવા લોકો માટે આશીર્વાદરૂપ છે.
૦૦૦૦૦૦૦૦
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!