MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકતા સેમિનાર યોજાયો
MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકતા સેમિનાર યોજાયો
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત એ.કે.સહયોગ કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓના વિકાસ માટે મહિલા ઔદ્યોગિક સાહસિકતા સેમિનાર યોજાયો હતો.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તથા નારી સશક્તિકરણ માટે મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપી એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે મહિલા ઉદ્યોગ સાહસિકતા સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મહિલાઓને હસ્તકલા સેતુ અને તેને સંલગ્ન યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલી વિવિધ યોજનાઓ, બેંકની કેશ ક્રેડિટ સહિતની વિવિધ યોજનાઓ તથા મહિલાઓને રોજગારલક્ષી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થળ પર જ વિવિધ મહિલાલક્ષી યોજનાઓ માટે નામાંકરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી, લીડ બેંક મેનેજરશ્રી સાકીર છીપા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિશાલ દેત્રોજા અને ઝરીનાબેન સહિત અધિકારી કર્મચારીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.