GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આર.ટી.આઈ. કાયદા હેઠળ મોરબી પ્રાંત અધિકારીના બેદરકારી ભર્યા વર્તન અંગે શિસ્તભંગ કાર્યવાહીની માંગ !!!

MORBI:આર.ટી.આઈ. કાયદા હેઠળ મોરબી પ્રાંત અધિકારીના બેદરકારી ભર્યા વર્તન અંગે શિસ્તભંગ કાર્યવાહીની માંગ !!!

 

 

મોરબી પ્રાંત અધિકારી શ્રી સુશીલ પરમાર આરટીઆઈ કાયદા સાથે અજાણ છે કે નાગરિકોને મૂર્ખ સમજે છે. એમની કચેરી ખાતે “માહિતી અધિકારી” અને “અપીલ અધિકારી”ના નામ ની પ્રિન્ટ કાઢીને નોટીસ બોર્ડમાં લગાવેલ છે, અને તેને “પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર” સમજે છે. તેનો ફોટો બિડાણમાં છે.

તારીખ 10/09/2025ના રોજ અરજદારે મોરબી મામલતદાર શ્રી પાસે આર ટી આઈ હેઠળ માહિતી માંગી હતી. તેને અધૂરો જવાબ આપ્યો અને અનૈતિક/ખોટી રીતે ફી વસૂલ કરી, જે કાયદા મુજબ મફતમાં મળવી જોઈએ હતી. આ કારણે અરજદારને પ્રથમ અપીલ કરવી પડી.

પ્રાંત અધિકારીશ્રી પ્રથમ અપીલની સુનાવણી 25/09/2025 નક્કી કરી હતી. અરજદાર અમદાવાદમાં હોવાને કારણે 23/09/2025ના રોજ ઇમેઇલ દ્વારા જણાવ્યું હતું લેખિત રજૂઆતના આધારે જ નિર્ણય લેવાય છતાં કાયદા ની જોગવાઈઓનું પાલન કર્યા વિના નવી તારીખ 06/10/2025 નક્કી કરી અને પત્ર 04/10/2025ના રોજ અરજદારને મોકલ્યો અરજદારે તરત જ આર ટી આઈ કાયદાની સ્પષ્ટ જોગવાઈ અને માહિતી આયોગની બુકલેટ ની નકલ મોકલી, છતાં પ્રાંત અધિકારીશ્રી ફરી નવી તારીખ આપવામાં આવી અને પ્રક્રિયા અનાવશ્યક રીતે લંબાવી. આ કાયદાના ઉદ્દેશનો ખંડન છે અને નાગરિકના અધિકારનો હનન કરે છે.

પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર બાબતે કાયદા મુજબની માહિતી યોગ્ય રીતે જાહેર કરવામાં આવી નથી; માત્ર બોર્ડ મુકીને કાયદાનું પાલન થયું દર્શાવ્યું છે, જે ભ્રામક છે.

આ પરિસ્થિતિ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે પ્રાંત અધિકારીશ્રી એ જાણીને અથવા બેદરકારીપૂર્વક આર ટી આઈ કાયદાની મજાક બનાવ્યો છે.

જેથી અરજદારે નાયબ કલેક્ટરશ્રી, મોરબી જિલ્લા કલેક્ટર કચેરી, મોરબીને જાણ કરી નીચેના મુદ્દે વિનંતી કરવામાં આવી

– પ્રાંત અધિકારીશ્રી દ્વારા આર ટી આઈ કાયદાનું ભંગ અને તેના મજાક બનાવવાના પગલે યોગ્ય શિસ્તભંગ કાર્યવાહી કરવામાં આવે.- નાગરિકોને કાયદાકીય રીતે માહિતી મળવાનું સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવાશે.- પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર બાબતે કાયદા મુજબની માહિતી યોગ્ય રીતે જાહેર કરવામાં આવે.- આપની તરફથી ૩૦ દિવસમાં લેખિત જવાબ આપવામાં આવે, જેમાં પ્રાંત અધિકારી શા માટે આર ટી આઈ કાયદાની મજાક બનાવ્યો અને મામલતદારને બચાવવાનો પ્રયત્ન કર્યો તે સ્પષ્ટ કરવામાં આવે. તેવી માંગ સાથે જરૂરી પગલાં ભરવા આવે

Back to top button
error: Content is protected !!