ANANDGUJARATUMRETH

ખંભોળજ પોલીસે બાતમીનાં આધારે ૪,૪૯,૮૦૮/- રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

તસ્વીર: કુંજન પાટણવાડીયા

આણંદનાં ખંભોળજ પોલીસ દ્વારા ખંભોળજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીનાં આધારે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ખંભોળજ પી.એસ.આઈ. જે.બી.પરમાર તથા હિતેન્દ્ર ભવાનીદાન, કુલદીપસિંહ, નરેન્દ્રસિંહ ધીરૂભાઇ, પ્રદીપદાન નરેશભાઇ પોલીસકર્મીઓ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલા ત્યારે ખંભોળજ પોલીસ સ્ટેશન રાસનોલ ઓઉટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિતેન્દ્ર ભવાનીદાન તથા સર્વેલન્સ સ્કોડમાં ફરજા બજાવતા કુલદીપસિંહ બળવંતસિંહ આ બંને પોલીસકર્મીઓને સયુકત બાતમી મળી હતી કે આણંદ તાલુકાનાં ત્રણોલ ગામે નવાપુરા ખાતે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે રઈજીભાઈ સોઢા પરમારે ભેંસોના અડારામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખી ચોરી-છુપીથી તેનુ વેચાણ કરી-કરાવે છે તે બાબતની બાતમી મળી હતી. બાતમીનાં આધારે સદર બાતમી વાળી જગ્યાએ પોલીસકર્મીઓએ રેઈડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કુલ કવૉટરીયા નંગ-૩૧૨૦ ની કિં.રૂ.૩,૧૨,૦૦૦/- તથા બોટલો નંગ-૧૪૪ ની કિંમત રૂપીયા ૧,૧૬,૨૦૮/- તથા બીયરના ટીન નંગ -૨૧૬ જેની કિંમત રૂ.૨૧,૬૦૦/-નો ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી કુલ રૂપિયા ૪,૪૯,૮૦૮/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી ખંભોળજ પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૫૦૧૪૨૫૦૪૫૩/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે રઈજીભાઈ સોઢા પરમારની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Back to top button
error: Content is protected !!