અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા ટાઉન, મોડાસા રૂરલ, ઇસરી, મેઘરજ, ભીલોડા, શામળાજી,ટીંટોઈ, પોલીસ સ્ટેશન હદમાં પકડાયેલ 5 કરોડ થી પણ વધુના દારૂનો નાશ કરાયો
મોડાસા ડિવીજનના મોડાસા ટાઉન, મોડાસા રૂરલ, ઇસરી, મેઘરજ, ભીલોડા, શામળાજી, ટીંટોઈ, પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ વિદેશીદારૂનો જથ્થો નાશ કરવા બાબત નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા મનોહરસિંહ એન.જાડેજા, પોલીસ અધિક્ષક, અરવલ્લીનાઓએ અરવલ્લી જીલ્લાના મોડાસા ડીવીજનના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ ગેરકાયદેસર દારૂનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવા સુચના કરેલ હતી. જે સુચના અન્વયે મોડાસા ટાઉન, મોડાસા રૂરલ, ઇસરી, મેઘરજ, ભિલોડા, શામળાજી, ટીંટોઇ, પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો સેમ્પલ સિવાયનો નાશ કરવા સંલગ્ન નામદાર કોર્ટથી નાશ કરવાની મંજુરી મેળવી તા.૧૦/૧૦/૨૦૨૫ ના રોજ ઉપરોક્ત સાતેય પોલીસ સ્ટેશનના કુલ-૩૮૫ ગુન્હાઓમાં કબજે લેવામાં આવેલ વિદેશી દારૂ/બીયર ટીન નંગ-૧૭૪૧૫૧, કુલ કિ.રૂ.૫,૯૧,૦૫,૭૨૪/- નો શામળાજી સેલટેક્ષની બાજુની ખુલ્લી જગ્યામાં કમિટીના અધ્યક્ષ ડૉ.વી.બી.પટેલ, (GAS) અધ્યક્ષ અને સબ ડીવી. મેજી. મોડાસા વિભાગ, મોડાસા તથા સભ્ય આર.ડી.ડાભી, ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ, મોડાસા તથા સભ્ય જે.કે.પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, નશાબંધી અને આબકારી ખાતુ સાબરકાંઠા-અરવલ્લી તથા સાતેય પોલીસ સ્ટેશનના થાણા અમલદાર ઓ તથા મામલતદાર મોડાસા, ભીલોડા, મેઘરજ, નાઓની રૂબરૂમાં નાશ કરવામાં આવેલ છે.