વિકાસ સપ્તાહ ૨૦૨૫ બનાસકાંઠા ચંડીસર ખાતે નશામુકત ભારત અભિયાનની ઉજવણી
12 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિકાસ સપ્તાહ ૨૦૨૫ બનાસકાંઠા ચંડીસર ખાતે નશામુકત ભારત અભિયાનની ઉજવણી.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠાના ચંડીસર ખાતે નશામુકત ભારત અભિયાનની ઉજવણી કરાઈ હતી.ચંડીસર ખાતે આયોજિત કાર્યક્રમમાં નશામુકત ભારત અભિયાન અંતર્ગત સૌ કોઈએ શપથ લીધા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિષય અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું જેમાં વિવિધ વ્યસનોને હંમેશા તિલાંજલી આપીને એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે યુવાનોને હાકલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૦થી શરૂ કરાયેલ આ અભિયાનનો હેતુ નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે જાગૃતિ લાવવાનો અને નશા મુક્ત સમાજ તરફ દિશામાન થવાનો છે.