સંતરામપુરમાં ફટાકડાના વેપારીઓને નગર ની બહાર ફટાકડા નો વેપાર કરવા માટે તાકીદ
સંતરામપુરમાં ફટાકડાના વેપારીઓને નગર ની બહાર ફટાકડા નો વેપાર કરવા માટે તાકીદ…
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર ખાતે પ્રાંત ઓફિસર અને મામલતદાર કચેરી દ્વારા હંગામી લાયસન્સ ફાળવવા માટેની જાહેરાત થયા પછી લોકોએ ઘોડાદોડ મચાવી દીધી હતી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હંગામી લાયસન્સ કોઈપણ વ્યક્તિના પાસ કરવામાં આવ્યા નથી અને પ્રાંત ઓફિસર તેમજ મામલતદાર કચેરી ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફટાકડા નો વેપાર કરતાં તમામ વેપારીઓને જણાવી દેવામાં આવ્યું છે કે કોઈપણ નાના મોટા વેપારીઓએ સંતરામપુર શહેરની અંદર જાહેર માર્ગ ઉપર તેનો ફટાકડા નો વ્યાપાર કરવો નહીં તેમને વ્યાપાર કરવો હોય તો એસપી હાઈસ્કૂલ ના મેદાનમાં ફટાકડા નો વેપાર કરવા માટે ખૂબ જ કડક અને ગંભીર રીતે તાકીદ કરવામાં આવી છે.
આ બાબતનો નિર્ણય એ દર્શાવે છે કે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સંતરામપુર શહેર માં ખુલ્લેઆમ થતા ફટાકડાના સ્ટોલના કારણે ટ્રાફિકજામની સમસ્યા જટિલ બને છે અને સાથે સાથે આ લોકો અગ્નિસામક કે આગ ઓલવવા માટેનું કોઈ પણ પ્રકારનું આયોજન રાખતા ન હોવાને લીધે કદાચ શહેરમાં ફટાકડા ની દુકાનમાં, ફટાકડાના સ્ટોલમાં, અથવા ફટાકડાની હાથલારીમાં આગ લાગે અને કોઈ મોટો અકસ્માત બને તો તેને નિવારી શકવામાં મોટી તકલીફ ઊભી થાય એને અનુલક્ષીને ફટાકડા નો વેપાર કરતાં, તમામ વેપારીઓને એસ.પી. હાઈ સ્કૂલના મેદાનમાં ફટાકડા નો વેપાર કરવા માટેની તાકીદ કરવામાં આવી છે જોઈએ હવે આવનારા દિવસમાં સંતરામપુર નું વહીવટી તંત્ર કેવા પગલાં ભરે છે એ હવે જોવું રહ્યું.