DAHODGUJARAT

દાહોદ તાલુકાના આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ક્લબ મીટીંગ યોજાઈ

તા.૧૨.૧૦.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ક્લબ મીટીંગ યોજાઈ

દાહોદ માં “વિકાસ સપ્તાહ” અને “આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ દિવસ” નિમિત્તે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગાવાડા ખાતે એક વિશેષ ક્લબ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું માર્ગદર્શન તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ એન. બામણીયા તથા આયુષ તબીબ ડૉ. પ્રહલાદ બડદવાલ દ્વારા આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સ્થાનિક કિશોરીઓ અને યુવતીઓને તરૂણાવસ્થામાં થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો અંગે જાગૃત કરવામાં આવી. ખાસ કરીને માસિક ધર્મ દરમિયાન રાખવાની સ્વચ્છતા, ઉપયોગમાં લેવાનાં સેનેટરી પ્રોડક્ટ્સ અને તેની યોગ્ય રીતે જાળવણી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.આ ઉપરાંત “માનસિક સ્વાસ્થ્ય” વિષય પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં તરૂણાવસ્થામાં આવતા ભાવનાત્મક-challenges, તણાવ, આત્મવિશ્વાસનો અભાવ જેવી બાબતો પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી. આથી, છોકરીઓને આત્મવિશ્વાસપૂર્વક અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા મળી.આ કાર્યક્રમની સફળતા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજAGNWC (Adolescent Girls Nutrition & Wellness Club) ના સભ્યોના સહયોગ મળ્યો હતો

Back to top button
error: Content is protected !!