GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં ધર્મ વિરોધી કૃત્ય કરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી ન થતાં સાધુ સંતોનું સંમેલન યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સનાતન ધર્મમાં મસ્તક તિલક હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતીક છે.તિલક ભસવું ધર્મ વિરોધી કૃત્ય ગણાવી સાધુ સંતોએ કૃત્ય કરનાર પોલીસ અધિકારી Dysp સંજય રાવ સામે તાત્કાલિક પગલાં  લેવા નવસારી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યો

નવસારી શહેરમાં નવરાત્રી દરમ્યાન માતાજી ગરબા દરમિયાન વિધર્મી યુવકોને પ્રવેશ અંગે હિન્દુ આગેવાનો અને નવસારી જિલ્લાના Dysp સંજય રાવ સાથે વચ્ચે ઘર્ષણ થયો હતો. Dysp સંજય રાવ અને અન્યો એ હિન્દુ કાર્યકરોને માર મારવાનું તેમજ કપાળે થી તિલક ભૂંસી નાખવાની સાથે ગાળો આપવામાં આવતા સનાતન ધર્મ પ્રેમીઓ તેમજ હિન્દુ આગેવાનોમાં ભારે રોષ ફેલાયો હતો. જેને લઈ હિન્દુ કાર્યકરો સહિત સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદન આપ્યા ને ૧૫ જેટલા થઇ ગયા છતાં  કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજરોજ નવસારી કાલિયાવાડી ખાતે હિન્દુ આગેવાનો સહિત સાધુ સંતોનું સંમેલન યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના કાર્યકરો આગેવાનો સહિત સાધુ સંતો ઉપસ્થિત રહી આ નિંદનીય ઘટનાને વખોડી કાઢી હતી મસ્તક તિલક સનાતન ધર્મનું પ્રતીક છે.અને તિલક ભૂંસવાની ઘટના થી સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યું હતું. આ સંમેલનમાં હિન્દુ ધર્મ રક્ષક કાર્યકર ને સાધુ સંતોના વરદ હસ્તે સન્માન સાથે ખેસ પહેરાવી  ફરી મસ્તક તિલક કરી વધાવી લીધો હતો. આ ઘટનાથી સાધુ સંતોમાં નારાજગી જોવા મળી હતી. આ કૃત્ય કરનાર  પોલીસ અધિકારી સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડાને સંબોધી આવેદનપત્ર આપ્યો છે.તાત્કાલિક કાર્યવાહી ન થાય તો આવતા દિવસોમાં મંદિરોમાં આરતી રોકવાનો નિર્ણય લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..

Back to top button
error: Content is protected !!