તા.૧૨.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા ગુજરાત પ્રદેશ કાર્યકર્તા સંમેલન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયું
આજ રોજ તા.૧૨.૧૦.૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષની અધ્યક્ષતા માં ગુજરાત પ્રદેશ કાર્યકર્તા સંમેલન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમા ગુજરાત ના તમામ હાજર રહેલ પદાધિકારીઓ ને સન્માનીત કરવામાં આવ્યાં અને આ પ્રસંગે સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદકુમાર સિંઘ રાષ્ટ્રીય મહા સચિવ નિતેશ કુમાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દુર્ગાપ્રસાદ વર્મા સહિત ની ટીમ ઉપસ્થીત રહી હતી અને ગુજરાત માં શોષિત પીડિત અને વંચિત લોકોને કેવી રીતે સંઘના માધ્યમ થી મદદ રૂપ થઈ શકાય તે બાબતે વિસ્તૃત રૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજેશ ચામઠા ધ્વારા રાષ્ટ્રીય ટીમ ને આશ્વાસન આપવામાં આવ્યુ કે ગુજરાતમાં સંગઠન નિર્માણમાં નિષ્ક્રીય હોદ્દેદારોને સક્રિય કરવા અથવા તો ફેરફાર કરવા માટેનો એક મજબુત નિર્ણય લેવામાં આવ્યો અને આ પ્રસ્તાવ રાષ્ટ્રીય કોર કમિટી સમક્ષ મુકવા માં આવ્યો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શોભનાબેન ડામોર, ગુજરાત પ્રદેશ મહા સચિવ દીપસિંહ બારીયા મહિલા વિંગ મહા સચિવ નીલમબેન કિશોરી અને સ્થાનિક અરવલ્લી જિલ્લા અધ્યક્ષ શૈલેષભાઈ રાઠોડ સહિત તમામ જીલ્લા નાં અધ્યક્ષઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.