MALIYA (Miyana):માળીયા ( મી.) ભીમસર ચોકડી નજીકથી ટ્રકમાં વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
MALIYA (Miyana):માળીયા ( મી.) ભીમસર ચોકડી નજીકથી ટ્રકમાં વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા(મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીમસર ચોકડી પાસે રોડ ઉપરથી ડમ્પરના ઠાઠામાં પતરા તથા તાલપત્રીની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના ચપાલા નંગ- ૪૩૨૦ તથા બે અલગ-અલગ બ્રાંડના બીયરના ટીન નંગ ૨૫૬૮ કિં.રૂ. ૫,૬૪, ૯૬૦/- મળી કુલ ૧૦,૮૩,૩૬૦/- નો ઇંગ્લીશ/ બીયરનો જથ્થો મળી કુલ કિ.રૂ. ૨૫,૯૩,૩૬૦ /- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, હળવદ તરફથી માળીયા (મીં) તરફ એક ડમ્પર નંબર- GJ-36-V-5003 માં આવનાર છે. જે ડમ્પર ના પાછળના ઠાઠામા પતરા અને તાલપત્રીની આડમા ગે.કા. ઇંગ્લીશદારૂનો જથ્થો ભરેલ છે. તેવી બાતમીના આધારે માળીયા (મિં)ના ભીમસર ચોકડી નજીક આવેલ ઓવર બ્રીજ પાસે સર્વીસ રોડ પાસે ડમ્પરની વોચમાં રહેલ દરમિયાન બાતમી વાળુ ડમ્પર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી ચપાલા નંગ ૪૩૨૦ કિં.રૂ.૫,૧૮,૪૦૦/- તથા બે અલગ-અલગ બ્રાંડના બીયર નંગ ૨૫૬૮ કિં.રૂ.૫,૬૪,૯૬૦/- મળી કુલ ૧૦,૮૩,૩૬૦/- મળી તથા અન્ય મુદામાલ કળી કુલ ૨૫,૯૩,૩૬૦ /-ના મુદામાલ સાથે આરોપી ચુનીલાલ અમેદારામ હુડા રહે. ધુડાવા રાજસ્થાનવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ મોકલનાર- વિજય જેન્તીભાઇ પટેલ રહે.દેવળીયા તા.હળવદ જી. મોરબીવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધમાળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.