GUJARATJUNAGADH

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ તેમની દીકરીને પોલિયો રસીના ટીપા પીવડાવી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ તેમની દીકરીને પોલિયો રસીના ટીપા પીવડાવી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો

પલ્સ પોલીયો રાઉન્ડનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો આરંભ જૂનાગઢ તાલુકાના પીએચસી ખડીયા ખાતેથી શુભારંભ થયો હતો.કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયા એ તેમની દીકરીને પોલિયો રસીના ટીપા પીવડાવીને ૦ થી ૫ વર્ષના બાળકોને રસીકરણ કરાવવા અનુરોધ પણ કર્યો હતો.પોલિયો રસીકરણ ઝુંબેશ હેઠળ જૂનાગઢ જિલ્લાના ૪૯૯ ગ્રામ્ય તથા ૭ નગરપાલિકા વિસ્તારોમાં કુલ ૧૨,૦૪,૬૯૨ ની વસ્તી આવરી લેવામાં આવશે. ૦ થી ૫ વર્ષના અંદાજિત ૧,૦૩,૫૭૪ બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવાનો આજરોજ શુભારંભ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં કુલ ૭૬૪ થાય પોલિયો રસીકરણ બુથ છે. તેમજ છુટા છવાયા વિસ્તારમાં તથા વાડી વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોના રસીકરણ માટે ૧૯ મોબાઈલ બુથ કાર્યરત રહ્યા હતા.આ ઉપરાંત રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, મંદિરો ,મેળા ,બજારો જેવા જાહેર સ્થળોએ ૩૬ ટ્રાન્ઝિટ ટીમ કાર્યરત રહી હતી. ત્રણ દિવસીય પોલિયો રસીકરણ ઝુંબેશ ના આજે પ્રથમ દિવસે બુથની કામગીરી કરવામાં આવી હતી .જ્યારે બીજા અને ત્રીજા દિવસે હાઉસ ટુ હાઉસ મુલાકાત આરોગ્ય વિભાગના કર્મચારીઓ લેશે.જેમાં કુલ ૨,૫૯,૦૦૦ ઘરોની મુલાકાત લેવામાં આવશે અને હાઉસ માર્કિંગ પણ કરવામાં આવશે. આ કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ ૫૮૫, આંગણવાડી કાર્યકર ૩૮૪,આંગણવાડી હેલ્પર૧૦૧૨,અન્ય સ્વયંસેવકો ૧૮૮ એમ કુલ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે.તેમજ કામગીરીના સુપરવિઝન માટે ૧૧૮ રૂટ પર ૧૧૮ ઝોનલ સુપરવાઇઝર પણ ઉપસ્થિત રહેશે. એમ જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!