GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્વચ્છોત્સવ – ભાયાવદરમાં વોલ પેઇન્ટિંગ દ્વારા સ્વચ્છતા સંદેશ

તા. 13/10/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: ‘સ્વછતા હી સેવા’ અભિયાન અંતર્ગત હાલ રાજ્યભરમાં ‘સ્વચ્છોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે. લોકો સ્વચ્છતાના આગ્રહી બને અને તેમના આસપાસના સ્થળોએ સ્વચ્છતા રાખે તે માટે જન જાગૃતિ અભિયાન અન્વયે ભાયાવદર નગરપાલિકા દ્વારા ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં નાખવો જોઈએ તેવા સંદેશ સાથેના સુંદર પેઇન્ટિંગ દીવાલો પર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, ‘એક પેડ મા કે નામ’ ના સંદેશ સાથે વૃક્ષારોપણની પ્રેરણા આપતા અને સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૨૫ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોની ઝાંખી કરાવતા સુંદર પેઇન્ટિંગ શહેરમાં વિવિધ સ્થળોએ દિવાલ ઉપર દોરવામાં આવ્યા છે.

રાજકોટ કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શનમાં જિલ્લામાં આ પ્રકારે લોક જાગૃતિની સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!