નચિકેતા આર્ટ્સ કોલેજ થરામા “સફળતાનો સાક્ષાત્કાર” કાર્યક્રમમા યુવા શક્તિને અનુભવની રોશનીથી પ્રેરણા મળી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ સંલગ્ન ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નચિકેતા આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં
નચિકેતા આર્ટ્સ કોલેજ થરામા “સફળતાનો સાક્ષાત્કાર” કાર્યક્રમમા યુવા શક્તિને અનુભવની રોશનીથી પ્રેરણા મળી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ સંલગ્ન ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નચિકેતા આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં આજરોજ તા.૧૩/૧૦/૨૦૨૫ના રોજ પ્રેરણાના મહાપર્વ સમાન કાર્યક્રમ “સફળતાનો સાક્ષાત્કાર” નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.કૉલેજના આચાર્ય ડૉ.ગોપાલભાઈ કાપડીએ શાબ્દિક શબ્દો દ્વારા આવકારી કૉલેજના માર્ગદર્શક સંસ્થા ડિરેક્ડર ડૉ.બાબુભાઈ પટેલે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો.સન્માનિત અતિથિ વિપુલ ચૌધરી ઇપ્સ,મુખ્ય મહેમાન વિજય ચૌધરી,મુખ્ય વક્તા એમ. એન.પટેલ (ક્લાસ-૧ ઑફિસર, ગુજરાત સરકાર), સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ,ટ્રસ્ટના પ્રમુખ નટવરભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી.ઉપસ્થિત મહાનુભાવો સન્માનવિધિ શાલ, સ્મૃતિચિહ્ન સાથે સાફો પહેરાવીને અને અન્ય મહાનુભાવોનું પણ શાલ અને સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વક્તવ્ય સત્રની શરૂઆતમાં વિપુલ ચૌધરીએ પ્રેરક સંબોધન માં યુવાનોને સંઘર્ષમાંથી સફળતા કેવી રીતે મેળવવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ એક સામાન્ય ખેડૂત પુત્ર છે અને સાંતલપુરના પછાત વિસ્તારમાંથી આવીને, માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરે UPSC જેવી ભારત સરકારની અઘરી પરીક્ષા પાસ કરી હતી. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા હોવા છતાં, અડગ મનોબળ થી ઈંગ્લિશ માં મેઇન્સ પરીક્ષા આપી અને હિન્દીમાં ઇન્ટરવ્યુ આપીને તેમણે સફળતા પ્રાપ્ત કરી હતી.પોતાના સંઘર્ષમય પ્રવાસનું વર્ણન કરીને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને સખત મહેનતનો મંત્ર આપ્યો હતો.વિજય ચૌધરીએ પોતાના સંબોધનમાં પોતાના જીવનના સંઘર્ષોની વાત કરી હતી.તેમણે જણાવ્યું કે કેવી રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને અને નબળી પરિસ્થિતિમાં પાર્લે જેવી કંપનીમાં કામ કર્યા બાદ પણ, સતત પ્રયત્નો દ્વારા તેઓ આ સ્થાન સુધી પહોંચ્યા અને તેમણે ગરીબોની મદદ કરવી તે જીવનનો મહત્વનો ભાગ છે તેના પર ભાર મૂક્યો હતો.એમ.એન.પટેલે “સફળતાનો સાક્ષાત્કાર” વિષય પર વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે ધ્યેયનું મહત્વ સમજાવ્યું હતું.સાથે સાથે અનકોન્શિયસ અને સબકોન્શિયસ મનની શક્તિ અને તેના યોગ્ય ઉપયોગ વિશે ઊંડાણ પૂર્વક વાત કરી અને જીવંત ઉદાહરણો દ્વારા સફળતા ના સિદ્ધાંતોને ખૂબ જ સુંદર રીતે ઉજાગર કર્યા હતા.આ પ્રસંગે વિધાર્થીઓ તેમજ વાલીઓ વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના તથા કોલેજના નિયામક હસમુખભાઈ ચૌધરીએ જયારે આભાર નટવરભાઈ પટેલે કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530