છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ: ભીલ અર્જુનભાઈ રણજીતભાઈ ઈતિહાસ વિષયમાં Ph.D થયા
મુકેશ પરમાર,,નસવાડી
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના કોન્ફરન્સ હોલમાં ઇતિહાસ વિષયમાં પીએચ.ડીના વાયવા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભીલ અર્જુનભાઈ રણજીતભાઈ એ ‘Tribal Medicines And Medicine Technology of Chhotaudepur District’ A Historical Study (1900 A.D. to 2000 A.D.) વિષય પર મહાશોધનિબંધ સફળતાપૂર્વક રજૂ કર્યો હતો.આ શોધકાર્ય વાય. એસ. આર્ટસ એન્ડ કે.એસ. કોમર્સ કોલેજ, દેવગઢ બારીયાના ઈતિહાસ વિષયના એસોસિએટ પ્રોફેસર ડૉ. મેઘના એન વૈશંપાયાન ના માર્ગદર્શન હેઠળ પૂરું પાડવામાં આવ્યું હતું. યુનિવર્સિટીએ આ મહાશોધનિબંધને માન્યતા આપીને ભીલ અર્જુનભાઈ રણજીતભાઈ પીએચ.ડી ની પદવી ફાળવી હતી.આ પ્રસંગે માનનીય કુલપતિ ડૉ. હરિભાઈ કાતરીયા, રજીસ્ટ્રારશ્રી અનિલભાઈ સોલંકી સાહેબ હસ્તે પદવી એનાયત કરવામાં આવી. બાહ્ય પરીક્ષક તરીકે ખ્યાતનામ ઈતિહાસકાર પ્રોફેસર ડૉ.અરુણ વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ સુરેશભાઈ પટેલ સાહેબ અને ડૉ વિજયભાઈ નિનામા દ્વારા યોજવામાં આવ્યું હતું. શોધાર્થી ભીલ અર્જુનભાઈ કવાંટ તાલુકાના ડુંગરવિસ્તારમાં આવેલું માણકા ગામમાંથી આવે છે અને તેઓના પિતા રણજીતભાઈ ભીલ હાલ છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ છે જેઓના પુત્ર આવી સિઘ્ધિ પ્રાપ્ત કરતા જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.