Navsari: વાંસદા, રાણીફળીયા અને જામલીયા ગામે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તા.૧૩: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં ગત તા. ૦૭ ઓક્ટોબરથી આગામી તા.૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતગર્ત નવસારી જિલ્લાના વાંસદા, રાણીફળિયા અને જામલીયા ગામમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી હાથ ધરાઇ હતી. કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી સાથે લાભાર્થીઓને સહાય કીટ, આયુષ્યમાન કાર્ડ, જેવી વિવિધ સહાય પણ આપવામાં આવી હતી. સાથે જ ગુજરાત સરકારના ૨૪ વર્ષના વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી જેને સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.