GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કીચન ગાર્ડન તેમજ આહાર પોષણ અંગે તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા દર વર્ષે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ નવી અવતન સંશોધિત કૃષિ તકનીકીઓથી ખેડુતો માહિતગાર થાય તેમજ નવી તકનીકીઓનું ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં અમલીકરણ થાય તે છે. જેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તારીખ ૦૬/૧૦/૨૦૨૫ થી ૧૦/૧૦/૨૦૨૫ એમ એક સપ્તાહ (પાંચ દિવસનું) ટેકનોલોજી સપ્તાહનું આયોજન માનનીય કુલપતિશ્રી ડો.ઝેડ.પી.પટેલ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું, જેમાં જુદા જુદા ગામના ૯૦૦ થી વધુ ખેડૂતોને કૃષિની અદ્યતન તકનીકીઓ વિરો જુદા જુદા વિષય નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી. સપ્તાહના છેલ્લા દિવસે કીચન ગાર્ડન અને આહાર પોપણ થીમ પર આયોજન કરવામાં આવેલ હતું જેમાં કેન્દ્રના વડા ડો.સુમિત સાળુંખે ઢારા કાર્યક્રમમાં ખેડૂતોનું શાબ્દીક સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ કુડ કવાલીટી ટેસ્ટીંગ લેબોરેટરીના વડા ડો.સુશીલ સિંઘ દ્વારા ખોરાકની ગુણવતા પરીક્ષણનું મહત્વ, ફુડ સેકટી સીકયુરીટી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડો.દિલિતા પ્રજાપતિએ કીચન ગાર્ડન વિશે વિસ્તૃત માહિતી આપી. આ કાર્યક્રમમાં ૫૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યુ હતું. આ એક સપ્તાહના ટેકનોલોજી વીકનું સફળ સંચાલન કેન્દ્રના વડા અને કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યુ હતું.

Back to top button
error: Content is protected !!