MORBI:આમ આદમી પાર્ટી મોરબી દ્વારા કાળો દિવસ ઉજવવામાં આવ્યો
MORBI:આમ આદમી પાર્ટી મોરબી દ્વારા કાળો દિવસ ઉજવવામાં આવ્યો
બોટાદના હળદડ ગામ ખાતે મહા પંચાયતમાં પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરાતા તેના વિરોધમાં લોકો દ્વારા પોલીસ ઉપર પથ્થર મારો કરવામાં આવેલ જેના કારણે ઘણા બધા ખેડૂતોની ધરપકડ કરવામાં આવેલ જેના પ્રત્યાઘાત ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટી એ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં કાળો દિવસ ઉજવ્યો હતો અને તમામ માર્કેટિંગ યાર્ડ ખાતે જઈને વિરોધ નોંધાવ્યો હતો જેમાં મોરબી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે વિરોધના બેનરો લઈ કાળી પટ્ટી ધારણ કરી ખેડૂતોને સમગ્ર ઘટનાથી માહિતગાર કરાવ્યા હતા. બોટાદ મા ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવા મા આવ્યો એમના વિરોધ મા મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પંકજભાઈ રાણસરીયા ની આગેવાની મા મોરબી જિલ્લા ટીમ દ્વારા કાળો દિવસ ગણાવીને વિરોધ નોધાવવા મા આવ્યો હતો