દિવાળીની ઉજવણી એટલે માત્ર દીવો સળગાવવો કે ફટાકડા ફોડવા એવું નથી, પણ એ દિવાળી ખુશી વહેંચવાનો, અને હૃદયથી કોઈના દુ:ખમાં સહભાગી થવાનો અનોખો અવસર છે,આ તહેવારને અનુસંધાને ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા “જૂના રમકડે નવું સ્મિત”નામનો એક અભૂતપૂર્વ પ્રકલ્લ હાથ ધરવામાં આવ્યો હતો.કેશોદ શહેરના દરેક ખૂણામાંથી રમકડાં, સાયકલો જેવી ઘણી વસ્તુઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદની ટીમે ઘરોના દરવાજા નહીં, પણ લોકોના દિલના દરવાજા ખખડાવી ઘણા ઘરોમાં રહેલ રમકડાં સાયકલ જેવી અનેક ઉપયોગી વસ્તુઓ એકત્ર કરી હતી, જે ઘરે બાળકો મોટાં થઈ ગયા પછી રમકડાં કે સાયકલ વાપરતાં ન હોય. પણ એ રમકડાં, કોઈ જરૂરિયાતમંદ બાળક માટે સ્વપ્ન રૂપ હોય છે. આપણા ઘરમાં પડેલા રમકડાં કદાચ અમારાં માટે જૂના હોય, પણ કોઈ બાળકના માટે એ નવી ખુશીની શરૂઆત બની શકે છે.આ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા લોકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને પોતાની પાસે રહેલા જુના પણ ચલાવા યોગ્ય રમકડાં, સાયકલ વગેરે આપ્યાં. આ માત્ર દાન નહોતું, પણ એમાં લાગણી, સહાનુભૂતિ અને ખુશીઓ છુપાયેલી હતી.આ તમામ એકત્ર કરાયેલા રમકડાંનું વિતરણ આગામી 19 ઓક્ટોબર 2025ના રોજ બગીચાના ગ્રાઉન્ડમાં, સાંજે 4 કલાકે ડ્રો સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, જેથી દરેક બાળકને તક મળે અને સમાન રીતે લાભ મળે.”જૂના રમકડાંએ નવું સ્મિત” એ માત્ર એક પ્રોજેક્ટ નહોં, પણ એક માનવીય ભાવનાની અભિવ્યક્તિ છે,જ્યાં પ્રેમ, લાગણી અને સહકારના દૃશ્યમાં થાય છે…આ સતકાર્યના સૌ સહભાગી અને સહયોગી સૌને પ્રમુખ દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતાં અને આભાર વ્યક્ત કર્યો
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ