MORBI ગુજરાતમાં દારૂબંધી છતાં મળે છે દારૂ! મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા
MORBI ગુજરાતમાં દારૂબંધી છતાં મળે છે દારૂ! મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા
મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪૪ કિં રૂ. ૩૪,૨૪૮ નાં મુદામાલ સાથે ત્રણ શખ્સોને મોંરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૪૪ કિં રૂ. ૩૪,૨૪૮ ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો સુનીલભાઇ મહેન્દ્રભાઇ દેવાણી (ઉ.વ.૩૨) રહે. મોરબી માધાપર શેરીનં.૧૨ હાલ રહે.મોરબી વાવડીરોડ ઉમીયાપાર્ક અંદર, પવનભાઇ પાઠકના મકાનમા ભાડેથી, સાગર ધીરૂભાઇ ચાવડા રહે. મોરબી રણછોડનગર, રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રહે. મોરબી શકતશનાળા નીતીનનગરવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.