GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના દલવાડી સર્કલ નજીક બાઈક અથડાવી ઈજાનુ બહાનું કરી છરીની અણીએ રૂપિયા 85 હજારની લુંટ

MORBI:મોરબીના દલવાડી સર્કલ નજીક બાઈક અથડાવી ઈજાનુ બહાનું કરી છરીની અણીએ રૂપિયા 85 હજારની લુંટ

 

 

મોરબી શહેરમાં ટુંક સમય પહેલા રાજકોટ રેન્જ આઇજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવાયું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે ત્યારે મોરબી શહેરમાં અવારનવાર લુંટ, ચોરી, મારામારીની ઘટનાઓ બની રહી છે ત્યારે મોરબી શહેરમાં રહેતા યુવક આંગડીયામાથી રૂપિયા ૮૫૦૦૦ લઇને જતા હોય ત્યારે એક શખ્સે બાઈક અથડાવી ઇજાનુ બહાનું કરી હોસ્પિટલ લઈ જવાનું કહી બાઇકમાં બેસી યુવકને છરી દેખાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવક પાસેથી ૮૫૦૦૦ હજાર બળજબરી પૂર્વક લઈ લુંટ કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ હાઈવે દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં -બી-૧૨મા રહેતા દેવમભાઈ વીકાસભાઈ રીયા (ઉ.વ.૧૯) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના દલવાડી સર્કલથી આગળ કેનાલ પાસે ફરીયાદી આગંડીયામાથી રૂ.૮૫૦૦૦/- લઇને જતા હોય તે દરમ્યાન આરોપીએ પાછળથી મોટરસાયકલ અથડાવી તેને ઇજા થયેલ હોવાનુ બહાનુ કરી સારવારમા લઇ જવાનુ કહી આરોપી ફરીયાદીને હોસ્પીટલ જવાનુ કહી તેના મોટરસાયકલ મા બેસી બંને જતા આરોપીએ ફરીયાદીને છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક રૂપીયા ૮૫૦૦૦/- લઇ લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે ‌

Back to top button
error: Content is protected !!