વિજાપુર ડેપોને ત્રણ નવીન બસોની ભેટ: ધારાસભ્ય સી.જે. ચાવડાએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ગુ.રા.મા.વા.વ્ય.નિગમ) દ્વારા વિજાપુર ડેપો ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ત્રણ નવીન સરકારી બસો ફાળવવામાં આવી છે. આ બસોને ના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાના હસ્તે લીલી ઝંડી આપીને જનસેવામાં કાર્યરત કરવામાં આવી હતી.આ ત્રણ નવીન બસો રાજ્યના મહત્વના રૂટ જેવા કે, વિજાપુર-સોમનાથ એક્સપ્રેસ, વિજાપુર-ફતેપુરા એક્સપ્રેસ, અને વિજાપુર-ભાભર એક્સપ્રેસ રૂટ પર દોડશે. રાજ્ય સરકાર મુસાફરોને ઉત્તમ અને વ્યાપક સેવા તથા સુવિધા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આ નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે. આ બસોને કારણે લાંબા અંતરના મુસાફરોને વધુ સારી અને આરામદાયક મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે.આ ત્રણ નવીન બસો તાલુકાના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા એ લીલી ઝંડી આપી લોકો માટે કાર્યરત કરી હતી.આ પ્રસંગે એ.પી.એમ.સી.ના ચેરમેન રાજુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગન બારોટ, ડેપો મેનેજર વી.સી. ચૌધરી, તેમજ એસ.ટી. માન્ય સંગઠનના કર્મચારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહીને આ લોકાર્પણના સાક્ષી બન્યા હતા.ધારાસભ્ય એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ નવીન બસો વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે પરિવહનની સુવિધામાં મોટો સુધારો લાવશે. સરકારની પ્રતિબદ્ધતા મુજબ મુસાફરોને શ્રેષ્ઠ સેવા મળે તે દિશામાં આ એક મહત્વનું પગલું છે.” ડેપો મેનેજરે પણ સરકાર અને નિગમનો આભાર વ્યક્ત કર્યો હતો અને મુસાફરોને શ્રેષ્ઠ સેવા આપવાની ખાતરી આપી હતી.