ચિકદા ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ’ની ઉજવણી કરાઇ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 14/10/2025 – વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત’ કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજનના ભાગરૂપે ચિકદા તાલુકાના ભરાડા (રેલ્વા) ગામની પ્રાથમિક શાળાના મેદાન ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની અધ્યક્ષતામાં અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ વેળાએ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, નવા તાલુકા તરીકે ચિકદા વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યો છે. ખેડૂતભાઈઓએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ઉર્વરતા જાળવી રાખવી જોઈએ અને પશુપાલન તથા કૃષિ યોજનાઓનો લાભ ખાસ લેવો જોઈએ.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જેવા કે, ખેતીવાડી શાખા, પશુપાલન, આત્મા પ્રોજેક્ટ, આરોગ્ય વિભાગ, કૃષિ યુનિવર્સિટી તથા જી.જી.આર.સી. દ્વારા માહિતીપ્રદ સ્ટોલનું નિદર્શન રાખવામાં આવ્યુ હતું. આત્મા પ્રોજેક્ટ મારફતે પ્રાકૃતિક ખેતીના લાભાર્થીઓને પશુઓના ચારા માટેનું બિયારણ અને પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા.
કાર્યક્રમ દરમિયાન માજી જિલ્લા પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.