MORBI:મોરબી શહેરમાં ટાઉનહોલમાં રિનોવેશનના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ : શહેર કોંગ્રેસ પ્રમુખ
MORBI:મોરબી શહેરમાં ટાઉનહોલમાં રિનોવેશનના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ : શહેર કોંગ્રેસ પ્રમુખ
મોરબી શહેરના હેરિટેજ પ્રોપર્ટી ગણાતા ટાઉનહોલમાં રિનોવેશનના નામે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ગંભીર આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને જણાવ્યું છે
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, નગરપાલિકા સમયે હેરિટેજ ગણાતા ટાઉનહોલમાં ભૂતકાળના વર્ષોમાં જ્યાં નાટક, વિદ્યાર્થી સન્માન સમારંભ, સામાજિક કાર્યક્રમો પણ થતાં હતા ભ્રષ્ટાચારી સત્તાધિશોના પાપે આ જગ્યા પર ઉભું રહેવું પણ અશક્ય બન્યું છે. આ ટાઉનહોલની હાલત ગોડાઉન જેવી થઈ ગઈ છે. જો આ કામની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા નેતાઓના તપેલા ચડી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે. શું મહાનગરપાલિકાના કમિશનર આ કૌભાંડની તટસ્થ તપાસ ક૨શે કે પછી ભૂતકાળમાં નંદીઘર, 45-ડી, આવાસ યોજના, ખરાબ સિમેન્ટની થેલીમાં થયેલા ભ્રષ્ટાચારની જેમ ભીનું સંકેલી લેવામાં આવશે!!