TANKARA:ટંકારા મીતાણા તાલુકા શાળા ખાતે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ અને સ્ટુડન્ટ વિષય પર કાર્યક્રમ યોજાયો
TANKARA:ટંકારા મીતાણા તાલુકા શાળા ખાતે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ અને સ્ટુડન્ટ વિષય પર કાર્યક્રમ યોજાયો
તાજેતરમા ગીર ફાઉન્ડેશન ઈકો ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપનું સફળ આયોજન
ટંકારા મિતાણા તાલુકા શાળા ખાતે ‘Plastic Recycle Workshop for Students ’ વિષય પર કાર્યક્રમ યોજાયો
પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન – ઈકો ક્લબ દ્વારા શ્રી મિતાણા તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ ‘પ્લાસ્ટિક પુનઃઉપયોગ (Recycling the Plastic) વર્કશોપ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર અસરો વિશે જાગૃતિ લાવવાનો અને પ્લાસ્ટિકનો કચરો ફેંકી દેવાને બદલે તેના નવતર રિસાયકલ વિચારો દ્વારા પુનઃઉપયોગ કરવાની વિચારધારા વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જૂના પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવા જેવા સર્જનાત્મક પ્રયાસો પણ કર્યા, જે સૌ માટે પ્રેરણારૂપ બન્યા.ગીર ફાઉન્ડેશન ઈકો ક્લબના માર્ગદર્શન હેઠળ 150 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ વર્કશોપમાં ભાગ લીધો હતો. તેઓને પ્લાસ્ટિકના યોગ્ય વ્યવસ્થાપન અને કલાત્મક પુનઃઉપયોગની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી ગીર ફાઉન્ડેશન સતત વિવિધ કાર્યક્રમો યોજી રહ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમ તાલુકા શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પારઘીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સી.આર.સી શ્રી કૌશિકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ નવતર પ્રયોગના કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.શ્રી મીતાણા તાલુકા શાળા બાળકોમાં શિક્ષણ અને સમાજ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આવા અવનવા નવતર પ્રયોગો કરતી રહે છે, જેમાં આ એક વધારાનું સોપાન ઉમેરાયું. આ તકે ગીર ફાઉન્ડેશન ઈકો કલબનો પણ શાળા વતી આભાર માનવામાં આવે છે.