
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
“મોડાસા માંગે જવાબ – શ્વેતપત્ર જાહેર કરો” કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
નગરજનોના હક્ક માટે કોંગ્રેસનો જોરદાર આક્રોશ — નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન નગરજનોને તાત્કાલિક સુવિધાઓ આપવા માંગ.
મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસા નગરપાલિકા કચેરી સમક્ષ મોડાસા માંગે જવાબ – શ્વેતપત્ર જાહેર કરો ધરણા કાર્યક્રમ યોજાયો.
નગરમાં વ્યાપક ભ્રષ્ટાચાર, ગંદકી, અધૂરા વિકાસ અને નાગરિક સુવિધાઓના અભાવ વિરુદ્ધ
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો.
ભાજપ શાસિત નગરપાલિકા માત્ર પ્રસિદ્ધિ માટે કામ કરે છે, વિકાસ માટે નહિ.નગરના એક એક રૂપિયા નો હિસાબ હવે પ્રજાને આપવો પડશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલે
કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય અને અધૂરા સફાઈ કામ, બંધ સિટી બસો અને એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ , અધૂરું રિવરફ્રન્ટ, બંધ સીસીટીવી, નિષ્ક્રિય ટ્રાફિક સિગ્નલ, ભૂગર્ભ ગટર યોજનામાં બેદરકારી અને ગુણવત્તાનો અભાવ અને પાંચ વર્ષના કાર્યકાળનો શ્વેતપત્ર જાહેર કરવાની માગ સહિત ના મુદ્દે આક્રોશ વ્યક્ત કરાયો હતો.ધરણા કાર્યક્રમમાં “હિસાબ આપો!”, “શ્વેતપત્ર જાહેર કરો!”, “ગંદકી બંધ કરો!” જેવા સૂત્રો સાથે કોંગ્રેસ કાર્યકરોએ નગરપાલિકાના વહીવટ પર હલ્લાબોલ કર્યો હતો.મોડાસાની પ્રજા હવે મૌન નથી ,હિસાબ માંગશે અને હક મેળવશે. એવો સંદેશ આપ્યો હતો.અને નગરપાલિકાના મુખ્ય અધિકારી ને નગરના પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, જશુભાઈ પટેલ, શહેર પ્રમુખ રાહુલભાઈ પટેલ, વદનસિંહ મકવાણા,નગરપાલિકા ના કોર્પોરેટરઓ અને નગરજનો જોડાયા હતા.





