GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર ગામે સીમમાં બાવળની ઝાડીમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા 

MORBI:મોરબીના રંગપર ગામે સીમમાં બાવળની ઝાડીમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

 

 

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી બાવળની ઝાડીમાંથી મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી ૩૫૦ લીટર દેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ટીમ કાર્યરત હોય તે દરમિયાન બાતમી મળી કે, રંગપર ગામની સીમમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ બાવળની ઝાડીમાં દેશી દારૂનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં ત્યાંથી આરોપી સુરાભાઈ હીરાભાઈ માથાસુરીયા ઉવ.૫૩ રહે-હાલ રંગપર ગામની સીમ મહાવીરસિંહ ઝાલાની વાડીએ મુળગામ-કાનપુર તા-સાયલા જી-સુરેન્દ્રનગર તથા આરોપી ગુલાબભાઇ ઉર્ફે જલાભાઇ વીકુભાઇ સાડમીયા ઉવ.૨૨ રહે-હાલ રંગપર ગામની સીમ મહાવીરસિંહ ઝાલાની વાડીએ મુળગામ-હીરાસર ગામ તા-ચોટીલા જી-સુરેન્દ્રનગર નામના બે ઈસમો દેશી દારૂ ૩૫૦ લીટર કિ.રૂ.૭૦,૦૦૦/- સાથે મળી આવ્યા હતા. હાલ તાલુકા પોલીસે બન્ને આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!