GUJARATKHERGAMNAVSARI

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામનું નામ રાજયમાં રોશન કરનાર પ્રેઝી આહીરનું સન્માન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળામાં ભણી 4*400 મિટર રીલે દોડમાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું નામ રોશન કરનાર પ્રેઝી આહિરનું સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને આહિર સમાજના ખેરગામના આગેવાન અંકિત આહિર દ્વારા ફેંટો અને ટ્રોફી,સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રેઝીએ પોતાના શિક્ષક પ્રવીણભાઈ પટેલનું પોતાની કારકિર્દીમાં મહત્વનું યોગદાન વિશે જણાવ્યું હતું તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક તૈયારી માટે વ્યારા ખાતે તાલિમ લઇ રહી હોવાનું જણાવ્યું હતું અને ડો.નિરવ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધી સમગ્ર ખેરગામ પંથકનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યક્ત કરેલ હતી.

Back to top button
error: Content is protected !!