વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વલસાડઃખેડૂતો સાથે થયેલ અન્યાયકારક કદડા પ્રથા દૂર કરવા તેમજ ખેડૂતો પર દાખલ કરાયેલા ખોટા કેસો પાછા ખેંચવા માટે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલને રજુઆત કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીના જિલ્લા આગેવાનો કમલેશ પટેલ, મયૂર પટેલ, શૈલેશ પટેલ, શૈલેષ ત્રિપાઠી, પ્રકાશભાઈ પારડી, મનીષ રાઠોડ, જીજ્ઞેશ ગોહિલ વગેરેના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિમંડળે વલસાડ જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ આવેદનમાં તેમણે ખેડૂતો પર થયેલા ખોટા કેસો તાત્કાલિક પાછા ખેંચવાની, કદડા પ્રથા દૂર કરવાની તેમજ નિર્દોષ ખેડૂતો પર મારઝૂડ કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લે નહીં તો આંદોલનાત્મક ચરણ શરૂ કરવામાં આવશે.