MORBI : દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા મયુર પુલ અને ઓમ શાંતિ વિદ્યાલય રંગોળી સ્પર્ધા યોજશે
MORBI : દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા મયુર પુલ અને ઓમ શાંતિ વિદ્યાલય રંગોળી સ્પર્ધા યોજશે
દિવાળી નિમિત્તે શહેરના નાગરિકોમાં કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા આયોજિત આ રંગોળી સ્પર્ધામાં તમામ વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ શકશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા દિવાળીના પાવન અવસર નિમિત્તે શહેરના નાગરિકોમાં કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા તેમજ દિવાળીના ઉત્સવને રંગીન અને સૌહાર્દપૂર્ણ બનાવવાના હેતુથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાનું આયોજન રવિવાર, તારીખ ૧૯/૧૦/૨૦૨૫ના રોજ સાંજે ૩.૦૦ થી ૬.૦૦ કલાક દરમિયાન કરવામાં આવનાર છે. સ્પર્ધા માટે બે સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં મયુર બ્રીજ પર રોટરી ક્લબ અને મહાનગરપાલિકા તેમજ ઓમ શાંતિ વિદ્યાલયમાં લાયન્સ ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
નાગરિકોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે મોરબી મહાનગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવે છે. આ સ્પર્ધામાં તમામ વય જૂથના નાગરિકો ભાગ લઈ શકે છે, જેથી નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ કોઈ પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી શકશે. શ્રેષ્ઠ રંગોળીની કૃતિઓને મહાનગરપાલિકા તરફથી ઇનામ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા સૌ નાગરિકોને આ દિવાળીને સર્જનાત્મકતા, સૌહાર્દ અને રંગોની ઉજાસ સાથે ઉજવવા અપીલ કરે છે.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ જગ્યાઓ પર રંગોળીઓ કરવામાં આવશે. આ સ્પર્ધામાં રજીસ્ટર કરવા માટે ૧. મયુર પુલ ખાતે રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે (૧) રસેશભાઈ મહેતા – ૯૮૯૮૦૭૧૪૭૫ તથા (૨) બંસીબેન શેઠ – ૯૩૭૬૬૫૨૩૬૦ અને ઓમ શાંતિ વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે (૧) ચંદ્રિકાબેન પલાણ – ૯૧૦૬૮૭૭૧૪૮, (૨) અલ્પાબેન કક્કડ – ૯૦૨૩૧૦૪૪૪૬ તથા (૩) ભારતીબેન રાચ્છ – ૯૦૯૯૩૪૭૭૩ નો સંપર્ક કરવા મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.