MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનું લાઈટ ડેકોરેશન – શહેર ચમક્યું રોશનીથી, પણ રસ્તાની હાલતથી પ્રજાજનોને કમરના દુખાવા!
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનું લાઈટ ડેકોરેશન – શહેર ચમક્યું રોશનીથી, પણ રસ્તાની હાલતથી પ્રજાજનોને કમરના દુખાવા!
દિવાળી પર્વને ધ્યાને લઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને રોશનીથી સંગારવા માટે લાખો રૂપિયાનું બજેટ ખર્ચીને વિવિધ મુખ્ય માર્ગો, ચોકો અને જાહેર સ્થળોએ લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. નહેરુગેટથી માંડીને મયુર ફૂલ સુધીના માર્ગ પર રંગબેરંગી લાઈટોનો ઝળહળાટ સર્જાતા શહેરનું સૌંદર્ય વધ્યું છે.
શહેરને ઉજ્જવળ બનાવવા માટે પાલિકાની આ પહેલ નિશ્ચિત રૂપે સરાહનીય ગણાય, પરંતુ બીજી તરફ માર્ગોની હાલત પ્રજાજનો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. ડેકોરેશનની ચમક વચ્ચે રસ્તાઓ પર ખાડા, તૂટી ગયેલા પેચ તથા અસમાર્ક પાથરાયેલા ભાગો કારણે વાહનચાલકો અને પાદચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તો નાની સફર દરમિયાન જ લોકોને “કમરના દુખાવા” જેવી પરેશાની અનુભવી પડે છે.
સ્થાનિક નાગરિકો જણાવે છે કે, “શહેર સુંદર દેખાવું જોઈએ તે વાત સાચી છે, પરંતુ સૌંદર્ય સાથે સલામતી પણ જરૂરી છે. જો રસ્તા સમારકામના કામો પહેલા પૂર્ણ થયા હોત, તો દિવાળીનો આનંદ દોગણો થઈ શક્યો હોત.”
મહાનગરપાલિકા દ્વારા રોશનીના આકર્ષક ડેકોરેશનમાં કોઈ કસર રાખવામાં આવી નથી, પણ નાગરિકો હવે અપેક્ષા રાખી રહ્યા છે કે પાલિકા દ્વારા દિવાળી બાદ રસ્તા સુધારણા તરફ પણ તાત્કાલિક પગલાં લેવામાં આવશે જેથી મોરબી ખરેખર “રોશન પણ અને સ્વચ્છ પણ” બની શકે.