TANKARA ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ ચીલ ફીલ ફૂડ કંપનીના પ્રદૂષણને લઈને ગ્રામજનોએ કંપનીએ પહોંચીને હલાબોલ કર્યો
TANKARA ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ ચીલ ફીલ ફૂડ પ્રા.લી કંપનીના પ્રદૂષણને લઈને ગ્રામજનોએ કંપનીએ પહોંચીને હલાબોલ કર્યો
ગામજનોની અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા ગ્રામજનો વિફર્યા
ગામજનો દ્વારા પ્રદૂષણને લઈને કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓને ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા અંતે ગામજનોએ જાતે જ કંપની પર જઈ હલ્લાબોલ કર્યો અને કોઈ અમારા ગામ ઉપર ધ્યાન દેતું નથી પ્રદુષણ વાળા અધિકારીઓ બધાય ની મિલીભગતથી આ કંપની ચાલે છે : ગ્રામજનો
ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલી ચીલફીલ ફુડ પ્રા.લી. દવારા એર પોલીયુશન તેમજ ગટરનુ પાણી ખુલ્લા રોડ તેમજ ખેડુતો ને પાણી પોચાડતી કેનાલ મા છોડવામાં આવે છે. ચીલફીલ ફુડ પ્રા.લી. તેમા વેફર તેમજ વિવિધ પ્રકારના નમકીન બનાવવામાં આવે છે. આ કંપની છેલ્લા ૬ (છ) માસથી લજાઈ ગામમાં એર પોલીયુશન તેમજ ગટરનુ પાણી ખુલ્લા રોડ તેમજ ખેડુતો ને પાણી પહોચાડતી કેનાલ મા છોડવામાં આવે છે. આવા પ્રકારની ગંદકી તેમજ એર પોલીયુશનથી ગ્રામજનોના સ્વાસ્થયને ખુબજ હાની પહોચેલ છે. તેમજ આજુ બાજુમાં રહેતા લોકોના આવી પ્રકારની ગંધથી કાયમી માનસીક સ્થિતી ખરાબ છે. અને ઘરની બહાર નીકળવામાં પણ હેરાનગતી ઉભી થાય છે. આ દૃગંધના કારણે લજાઈ ગામ માં રહેતા લોકોને તેમના ઘરમાં પણ રહેવુ મુશ્કેલ થઈ પડયુ છે.
ગ્રામજનો દ્વારા કંપનીને અનેકવાર મોખીક રજુઆત કરવામાં આવેલી અને અમો ગ્રામજનોને થતી તકલીફ અંગે જણાવેલ છે. પરંતુ સદરહુ કંપની દવારા અમોની રજુઆતને ધ્યાનમાં લીધેલ નથી. અને કંપનીદવારા કોઈ યોગ્ય પગલા તેમજ કોઈ ગંભીરતા લેવામા આવતી અને જો આગામી દિવસોમાં આ કંપની આઠ દિવસ માં બંધ નહીં થાય મોરબી રાજકોટ હાઇવે રોડ પર આંદોલન કરી રસ્તા બ્લોક કરીશું સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા તંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી.. હવે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ કંપની આવી જ રીતના પ્રદૂષણ ફેલાવશે કે કે બંધ થશે તે જોવાનું રહ્યું…