WAKANER:વાંકાનેરના માટેલ રોડ ઉપરથી કારમાં બિયરના ટીન હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો
WAKANER:વાંકાનેરના માટેલ રોડ ઉપરથી કારમાં બિયરના ટીન હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર વાંકાનેર તાલુકા પોલીસની ટીમે કારમાં બિયરના ટેનની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે કાર ચાલક નાસી જવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે કાર સહિત કુલ રૂ.૩.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ બી.વી. પટેલની સૂચના હેઠળ સર્વેલન્સ ટીમ ઢુવા વિસ્તાર ખાતે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન કોન્સ.અજયસિંહ ઝાલા અને સામતભાઈ છુછીયાને મળેલી બાતમીના આધારે ઢુવા ચોકડી પાસે શંકાસ્પદ સ્વીફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૧૪૬૯નો પીછો કરીને રોકેલી કારમાંથી માઉન્ટસ ૬૦૦૦ ઓરિજનલ સુપર સ્ટ્રોંગ બીયરના ૨૪૦ ટીન કિ.રૂ.૩૦,૦૦૦/- મળી આવ્યા હતા, આ સાથે કારની બાજુની સીટ પર બેઠેલા આરોપી લાલજીભાઈ પ્રવિણભાઈ ડાભી રહે. સો ઓરડી ખડીયાવાસ મોરબી-૦૨ મુળ. દુધઈ તા. જોડીયા જી. જામનગર વાળાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે કારનો ચાલક અલ્પેશ ઉર્ફે ભોલો રાજેન્દ્રસિંહ ચાવડા રહે. વગડીયા તા. મુળી જી. સુરેન્દ્રનગર વાળો નાસી જવાથી તેની શોધખોળ શરૂ કરી છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે કાર સહિત કુલ કિ.રૂ.૩,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી, બંને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.