ડબલમર્ડરના ગુનાહીત બનાવથી ભોગ બનનાર પરીવારનું પુનઃસ્થાપન
ડબલ મર્ડરના ગુનાહીત બનાવથી ભોગ બનનાર પરીવારનું પુનઃસ્થાપન
વષઁ ૨૦૧૬ માં ગાભોઇ પોલીસ સ્ટેશન ની હદ મા આવેલ શેરડી ટીંબા ગામ મા દરજી પરીવાર ના બે વ્યક્તિ – (પતિ પત્ની) ની હત્યા કરવામાં આવેલ જેમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા રાખી કેસ દાખલ કરેલ જે કેસ એડી. સેસન્સ કોર્ટ માં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપી ને આજીવન સખત કેદની સજા કરવામાં આવેલ છે.
વધુમાં કોર્ટ દ્વારા ભોગબનનાર ના પરીવાર ના ચાર સભ્યો ને વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2019 ( ભોગબનનાર ને વળતર) અન્વયેની યોજના હેઠળ વળતર મંજુર કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ – હિંમતનગર નાઓને ભલામણ કરેલ.
જે અન્વયે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ હિંમતનગર ના અધ્યક્ષ શ્રી કે.આર.રબારી (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ) દ્વારા ભોગબનનાર ને વળતર નક્કી કરવા સંબંધે મીટીંગ તથા યોગ્ય તે કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તેઓને માર્ગદર્શન હેઠળ વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2019 ની કમિટી ના સભ્યો તરીકે સચિવશ્રી સી.પી. ચારણ (ન્યાયાધીશ), જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા કલેક્ટરશ્રી – લલિત નારાયણસીંગ સાંધુ, જિલ્લા પોલીસ વડાશ્રી – ડો. પાર્થરાજસિંહ ગોહીલ તથા સિવિલ સજઁન ડાઁ બી.એમ.પટેલ નાઓ મિટિંગ કરી સર્વાનુમતે ભોગબનનાર પરિવાર ના ચાર સભ્યોને કુલ-2 વ્યક્તિના મરણ બદલ મહતમ રુ. ૧૦-૧૦ લાખ મુજબ કુલ રુ. ૨૦ લાખ પરીવાર ને વળતર તરીકે મળવાપાંત્ર થાય છે જેથી તે મુજબ નો હુકમ કરવામાં આવેલ છે.
વધુમાં આ ભોગબનનાર પરીવાર ના ચાર સભ્યોએ પોતે ભૂતકાળ મા ભોગવેલ માનસિક તથા સામાજિક યાતના તથા જીવન નિવાઁહ ની કઠીનાઇઓ ની હકીકતો જણાવેલી અને તેઓએ પોતાના પુત્ર તથા પુત્રવધુ ના મરણ બાદ ગામ છોડી છેલ્લા 10 વર્ષથી બીજા ગામે ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા અને તેઓએ પોતાના ગામનું ઘર અને ખેતી છોડી દીધેલ હતી. અને હવે તેઓએ અત્રેની કચેરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, હિંમતનગરની મુલાકાત દરમ્યાન આ દિવાળી પોતાના ઘરે શેરડીટીમ્બા ગામે કરવા માંગતા હોય અત્રે ની કચેરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, હિંમતનગર તથા ગાભોઇ પોલીસ ના સહયોગથી ભોગબનનારને વૃદ્ધ દાદા-દાદી તથા હાલ કોલેજ માં અભ્યાસ કરતા યુવાન પૌત્ર અને પૌત્રી કે જેઓ હાલમાં કોલેજમાં અભ્યાસ કરે છે તેઓને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, હિંમતનગર ના સચિવ સાહેબ શ્રી સી. પી. ચારણ, તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ નાઓની સૂચના મુજબ ગાભોઇ પોલિસ સ્ટેશન ના પી.આઈ.શ્રી. જે.એમ.રબારી. નાઓએ ગામના સરપંચ, આગેવાનો તથા ગ્રામજનો ને ભેગા કરી મુલાકાત કરી આ પરીવાર નું પુનઃ સ્થાપન કરવાનું હોઇ અગવડતા કે હેરાનગતિ ભવિષ્ય મા ઊભી ના થાય તે માટે ગામજનો તથા સામાજિક આગેવાનો ની હાજરી મા દિવાળી ના તહેવાર પહેલા ધનતેરસ ના દિવસે તેઓને તેમના ગામે શેરડી ટીમ્બા માં પુનઃવસવાટ કરવામા આવેલ છે.
આ ઉમદા કાયઁમા જિલ્લા કાનુની સેવા મંડળ તથા જિલ્લા પોલીસ વડા તથા ગાંભોઇ પોલીસ દ્વારા ખુબ સરાહનીય કામગીરી કરેલ છે .એમ સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
મેહુલ પટેલે